વિવિધા

Just another WordPress.com site

સરકસ ન જોયાનો આનંદ


જેક કેન્ફીડ અને માર્ક વિક્ટર હેન્સન દ્વારા લેખિત/સંપાદિત “ચિકન સૂપ ફોર ધી સોલ” નો ગુજરાતી અનુવાદ સોનલ પરીખ દ્વારા થયેલ છે તેમાંથી સાભાર આ વાર્તા લીધેલી છે.વાર્તાઓ સહેલાઈથી ગળે ઉતરે તેવી છે પરંતુ તેનું આચરણ કરવું સહેલું હોતું નથી. છતાં આવા નામ વગરના ભલાઈના કામો  જીવનમાં  કોઈ વખત  બનેલા હોઈ શકે છે. ભલે તેની દેખીતી નોંધ ના લેવાતી હોય પણ તેની યાદ હ્રદયની ઉષ્માનો અનુભવ કરાવે તેવી હોય છે. આવીજ એક વાર્તા ‘સરકસ ન જોયાનો આનંદ’ છે. જે નીચે પ્રમાણે છે.

એકવાર મારી તરુણ વયે હું અને મારા પિતા સરકસની ટીકીટ લેવાની લાઈનમાં ઉભા હતા.છેવટે અમારી અને ટીકીટબારી વચ્ચે એકજ પરિવાર રહ્યો. એ પરિવારને હું કદી  નહિ ભૂલું. તેમાં આઠ બાળકો હતા. બધાં ૧૨ વર્ષની નીચેનાં.તેમને જોઈને ખ્યાલ આવી જતો હતો કે તેમની આર્થિક હાલત ખાસ સારી નહોતી.તેમનાં કપડાં બહુ કિંમતી નહોતાં, પણ સાફ અને સુઘડ હતા.તેમનું વર્તન પણ સરસ હતું.માં બાપની પાછળ બે બેની જોડીમાં હાથ પકડીને તેઓ શાંતિથી તેઓ ઉભા હતા.તેઓ અંદર અંદર ઉત્સાહથી જોકરની,હાથીની અને સર્કસના બીજા ખેલોની વાતો કરતા હતા.તેમને પહેલાં કદી  સરકસ જોયું નહિં હોય એ સમજાતું હતું.આજે રાત્રે તેઓ પહેલી વાર સરકસ જોવાના હતાં. તેનો આનદ તેમનાં કુમળાં મોં પર ચમકતો હતો.

પિતા અને માતા ગરીમાપૂર્વક  ઉભાં હતાં. પત્નિએ પતિનો હાથ પકડી રાખ્યો હતો. તેના તરફ તે એવી ચમકતી આંખે જોતી હતી જાણે કહેતી હોય, “ તું અમારો વિજેતા યોધ્ધો છે”.પતિ પણ તેની સામે સ્મિત વેરી રહ્યો હતો.જાણે કહેતો હોય “ તું મારી પ્રેરણા છે.”

ટિકિટ વેચનાર બાઈએ પેલા આઠ બાળકોના પિતાને પૂછ્યું,”કેટલી ટિકિટ આપું?” પિતાએ કહ્યું,”આઠ બાળકો માટેની,બે પુખ્ત વયના માટેની.આજે તો મારે મારા પરિવારને સરકસ દેખાડવું જ છે.” પેલીએ તેને ટીકીટો માટે થતી રકમનો આંકડો  કહ્યો.

આંકડો સાંભળી પત્નીના હાથમાંથી પતિનો હાથ છૂટી ગયો.પતિના હોઠ ધ્રુજવા લાગ્યા. તેણે કંપતા અવાજે પુછ્યું ‘કેટલા કહ્યા?’

પેલીએ ફરીવાર રકમ કહી.એટલા પૈસા પતિ પાસે હતાં નહીં. પણ એ વાત તે પોતાની પાછળ ઉત્સુકતાથી ઉભેલાં બાળકોને કેવી રીતે કહે? કેવી રીતે કહે કે તમારા પિતા પાસે તમને સરકસ બતાવવાના પૈસા નથી?

આ જોઈને મારા પિતાએ ખિસ્સામાં હાથ નાખી વીસ ડોલરની નોટ કાઢી અને જમીન પર પડવા દીધી.(પૈસાદાર તો અમેય નહોતા)પછી મારા પિતાએ સહેજ નીચે નમી, એમણે જ પાડેલી નોટ લઇ પેલા માણસને કહ્યું, ‘જુઓ ભાઈ, આ તમારા ખિસ્સામાંથી પડી ગઈ છે.’

પેલો પુરુષ સમજી ગયો.તે કોઈની પાસે માગે એવો કે મદદ સ્વીકારે એવો નહોતો. પણ આ રીતે મદદ કરીને દિલ તોડી નાખનારી અને મુંઝવણભરી સ્થિતિનો આવી રીતે મદદ કરીને   હલ કાઢનારની લાગણીને તે સમજી શક્યો. તેણે મારા પિતાની આંખોમાં જોયું, મારા પિતાના હાથને પોતાના બન્ને હાથમાં લઇ દબાવ્યો. તેની આંખોમાંથી આંસુનાં ટીપાં તેના ગાલ પર સરી પડ્યાં. તેણે નોટ લઈને કહ્યું, ‘થેંક યૂ. થેંક યૂ. સર. મારો પરિવાર અને હું આ વાત કદી નહીં ભૂલીએ.’

હું અને મારા પિતા સરકસ જોયા વિના જ અમારી કાર તરફ પાછા ફર્યા. ઘરે આવ્યા. અમે સરકસ ગુમાવ્યું હતું. પણ અનેકગણો આનંદ લઈને આવ્યા હતાં.

ડેન ક્લાર્ક

2 ટિપ્પણીઓ

  1. રજનીકાંત સર , આપના બ્લોગની મુલાકાત આ કિસ્સાથી અદભુત રહી , ભવિષ્યમાં વધુ જાણવાની ઈચ્છાસહ . .

    આપના બ્લોગમાં ” About ” page ન હોવાથી અહી કમેન્ટ કરી છે , A worth blog to visit .

    Like

  2. આભાર નિરવભાઈ.લગભગ ૪ દાયકા પંચાયત સેવામાં ગાળ્યા બાદ ૧ દાયકાથી ગમતી નિવૃતિની પ્રવૃતી કરું છું.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

મન સરોવર

Just another WordPress.com weblog

વિવિધા

Just another WordPress.com site

GujConnect

Website for Employees of Government of Gujarat

EVidyalay

Just another WordPress.com site

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ

જીવનની દરેક ક્ષણને માણો

Dr.Hansal Bhachech's Blog

Psychiatrist and Author

हृदयानुभूति

कविता लिखी नहीं जाती स्वतः लिख जाती है...

%d bloggers like this: