વિવિધા

Just another WordPress.com site

અનોખી ભેટ


જીમ સ્ટોવેલ વ્દારા લેખિત નવલકથા “The ultimate Gift” નું  ગુજરાતી રૂપાંતર નીતા રેશમીયા દ્વારા “અનોખી ભેટ” શીર્ષક હેઠળ કરવામાં આવેલ છે.જીમ સ્ટોવેલ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં ઓલમ્પિકની રમતમાં વજન ઉચકવાની સ્પર્ધાનાં રાષ્ટ્રીય શૂરવીર, “નેરેટીવ ટેલીવીઝન નેટવર્ક”નાં સહ સંસ્થાપક તથા અધ્યક્ષ છે, તેમજ યુ.એસ.જુનિયર ચેમ્બર દ્વારા ‘ટેન આઉટસ્ટેન્ડીગ યંગ અમેરીકન્સ’નાં બિરુદ સાથે તેની વરણી થતા,અને “ઇંટરનેશનલ હ્યુમેટેરીયન એવોર્ડ”એનાયત થતાં વિશ્વપ્રસિધ વ્યક્તિમાં ગણના થાય છે.

આ પુસ્તકની સમગ્ર  કથા વસ્તુ  રેડ સ્ટીવન્સનાં વિશિષ્ઠ વસિયતનામા આસપાસ રચાયેલી છે. રેડ સ્ટીવન્સ આપ બળે અપાર સંપતિના માલિક બને છે, અને અપાર સિધ્ધિઓ મેળવે છે પણ આ બધી પ્રક્રિયામાં પરિવારના દરેક સભ્યની જરુરીયાત   તેમની અપેક્ષાથી વિશેષ અને માંગ્યા પહેલાંજ સંતોષે છે પરિણામે  પોતેજ પરિવારની બરબાદીનું  કારણ બને છે. પછી જયારે અંતિમ સમયે તેનાં પરિવારને સંપતિ સોપવાનો સમય આવે છે ત્યારે તેના પરિવારના દરેક સદસ્યને  તેની સંપતિ સિવાય કશાયમાં રસ હોતો નથી તેથી  પરિવારને સંપતિ સોપતા મન  માનતું નથી.આખરે તેના દિલોજાન દોસ્ત અને બોસ્ટન શહેરનાં ખ્યાતનામ વકીલ હેમિલ્ટન સલાહ આપેછે કે ભલે નક્કામા હોય પણ તારા પરિવાર જનો છે. તેથી હેમિલ્ટનની સહાયથી વસિયતનામું તૈયાર કરે છે અને તેના અમલની જવાબદારી પણ નિભાવે છે. તેમાં દરેક પરિવારજનો માટે મોટી સંપતિનો બંદોબસ્ત કરે છે. સાથે સાથે વસીયતનામાથી ધંધા/સંપતિને એવી રીતે નિયંત્રિત કરી હાથવગા અંતરે રાખે છે જેથી તેઓ પોતાને કે બીજાને હાની ના પહોચાડી શકે. પરંતુ આ બધામાં તેના ભત્રીજા જેસનમાં તેની આશાનું છેલ્લું કિરણ દેખાય છે  તેથી તેને હેમિલ્ટન અને વિડીયો કેસેટના માધ્યમથી  “અનોખી ભેટ” સ્વરૂપે જે  સંદેશો પહોચાડે છે  તે એક વર્ષમાં પૂર્ણ કરવાની શરતે વસિયતનામામાં સામેલ કરે છે. મૃત્યુ બાદ વિડીયો ટેપથી જેસન પાસે નિખાલસ કબુલાત કરતા જણાવે છે કે…

“જેસન, હું મારા જીવનને ખૂબ વિશાલ ફલક પર જીવ્યો.ઘણી બધી સિધ્ધિઓ મેળવી અને ઘણી બધી મોટી ભૂલો પણ કરી.પરંતુ મેં સૌથી મોટી ભૂલ એ કરી કે પરિવારનાં દરેક સભ્યની માંગણી અને અપેક્ષા,મેં એમનાં માંગ્યા પહેલાંજ સંતોષ્યા, મને એવું સમજતાંઅનેક વર્ષો લાગ્યા કે દરેક વ્યક્તિ જીવનમાં જે કંઈ કરે છે એ બધુજ ઈશ્વરની દેન છે. ઈશ્વર પાસે દરેક વ્યક્તિ માટે એક વિશેષ યોજના હોય છે, જેને પાર પાડવાનાં જરૂરી સાધનો પણ એણેજ પુરા પાડ્યાં જ  હોય છે. મેં જીવનની ખુશીઓ ને મેળવવાનાં પ્રયત્નોમાં અને મારા મિત્ર તથા પરિવાર માટે એને ખરીદવામાં અનેક વર્ષ વેડફ્યા.પરંતુ વધતી વયેજ મને એ શીખ સમજાઈ કે ખુશીતો ઈશ્વરે આપેલી દરેક દરેક સોગાદ થકીજ મળે છે. એ મારી બદનસીબી કે મારું ધન અને મારી સતાનો ફેલાવો, એ કશુંય આ શીખ સમજવામાં લોકોને સહાયરૂપ ન બન્યા. મારી ગેરહાજરીનાં અવકાશને પુરવાના પ્રયત્નરૂપે મેં એમને દરેક ભૌતિક સુખ-સગવડતા આપી, પરંતુ આવું કરવામાં મેં એમની પાસેથી એ બધુંજ લુંટી લીધું, જેને થકી તેઓ મારી જેમ જીવનને અદભુત બનાવી શકે તેમ હતાં..”

રેડ સ્ટીવન્સને સમગ્ર  જીવન દરમ્યાન જે સમજણ મળી તેને   ઈશ્વરી સોગાદ ગણી  “અનોખી ભેટ” સ્વરૂપે તેના પ્રિય ભત્રીજા જેસનને પહોચાડવા વીડીઓ કેસેટ તથા તેના વકીલ હેમિલ્ટન અને હાસ્ટીન્ગસ  મારફતે વસિયતનામામાં  એવું પણ ઠરાવે છે કે..

“આગામી એક વર્ષ માટે દરેક મહિનાની પહેલી તારીખે તું, મી.હેમિલ્ટન અને મિસ હાસ્ટીન્ગસને મળીશ અને ત્યારે દરેક વખતે તને હું જેને   “અનોખી ભેટ” કહું છું, તેનો એક હિસ્સો આપવામાં આવશે.જો આ ઘટના ક્રમને એક વર્ષ સુધી નિભાવીશ અને દરેક હિસ્સાનો ખુલ્લા મનથી પ્રેમપૂર્વક સ્વીકાર કરીશ તો મારા વસિયતમાં તારા માટે મુકાયેલ મહત્વપૂર્ણ હિસ્સાનો તું વારસદાર બનીશ, પરંતુ એટલું સમજી લેજે કે જો તું ક્યારેય ચિંધ્યા મુજબ કાર્યસિદ્ધ નહિ કરે અથવા મી.હેમિલ્ટન અને મિસ હાસ્ટીન્ગ્સને કોઈપણ અણછાજતી મુશ્કેલીઓમાં મુકીશ,તો મેં મારાં વસિયતનામાં થકી મી.હેમીલ્ટનને ખાસ સૂચિત કર્યા છે કે તેઓ બધીજ કાર્યવાહી તને કશુંજ પણ આપ્યા વગર બંધ કરી દે.”

શરૂઆતમાં જેસન અકળાય ઉઠે છે અને બોલી ઉઠે છે કે બીજાની જેમ મારે માટે કેમ મોટો દલ્લો છોડતો ન ગયો પરંતુ જેમ જેમ દરેક માસે વીડીઓ કેસેટથી રેડ સ્ટીવન્સ તેને ઉદબોધે છે, અને હેમિલ્ટનની સહાયથી  તેને અનુરૂપ અનુભવ મેળવે છે  તેમ તેમ  જેસનને “અનોખી ભેટ”નું મહત્વ સમજાય છે,  અને તેનું શાણપણ વધતું જાય અને તે બધી શીખ મુજબ અપેક્ષાથી વધુ પાર ઉતરે છે. અને વર્ષને અંતે દસ્તાવેજનો મહત્વનો તબક્કો વાંચવાનું શરુ થાય છે..

“અને મારાં મહાન ભત્રીજા જેસન સ્ટીવન્સનાં હાથમાં મારાં ચેરીટેબલ ટ્રસ્ટ ફંડનું સંપૂર્ણ નિયંત્રણ સોપું છું.આજની તારીખે તેની કિંમત અંદાજે એક અબજ ડોલર કરતાંય કઈક વધુ હશે.મારાં ભત્રીજાએ પોતાની જાતને જીવનના દરેક તબક્કે એક જવાબદાર અને સક્ષમ વ્યક્તિ તરીકે પુરવાર કરી હોવાથી ચેરીટેબલ ટ્રસ્ટ ફંડનો એ એક માત્ર નિયંત્રક રહેશે..”

4 ટિપ્પણીઓ

  1. Rajnikant Sir , I have this book , but still not read 😦 , but have to take now .

    Like

  2. It is in point of fact a nice and useful piece
    of information. I’m satisfied that you simply shared this helpful info with us. Please stay us informed like this. Thank you for sharing.

    Like

  3. Kanubhai

    આ પુસ્તક મેં વાંચ્યું એ પહેલાં ઘણા વર્ષ પહેલાં પુસ્તક પરથી ઉતરેલી ફિલ્મ “ULTIMATE GIFT’ જોયેલી. ફરી વાર વાંચુ છું અને હવે તે મારા પૌત્ર ૧૨ વર્ષનો છે તેને કહું છું. અતિ ઉત્તમ પુસ્તક છે.

    Like

Leave a comment

મન સરોવર

Just another WordPress.com weblog

વિવિધા

Just another WordPress.com site

EVidyalay

Just another WordPress.com site

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ

જીવનની દરેક ક્ષણને માણો

Dr.Hansal Bhachech's Blog

Psychiatrist and Author

हृदयानुभूति

कविता लिखी नहीं जाती स्वतः लिख जाती है...

mookology.

book + movie = mook. this is mookology.