વિવિધા

Just another WordPress.com site

ભારતની અધોગતિનું કારણ


આર્ષદ્રષ્ટા સ્વામી વિવેકાનંદની ૧૫૦ મી જન્મ જયંતી આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે તેમના ભાવિદર્શન પૈકી એક જે “શ્રીરામકૃષ્ણ જ્યોત ઓક્ટો-૧૨” માં પ્રગટ થયેલ છે  તે  સાભાર રજુ છે. તેઓ સામાજિક, રાજકીય દુર્દશા માટેનું કારણ  ધર્મનું સાચું અનુસરણનો અભાવ તેમજ આત્મ વિશ્વાસ જગાડે તેવી મૂલ્યનિષ્ઠ  કેળવણીનો અભાવ હોવાનું સ્પષ્ટપણે માનતા. આજે આઝાદીના ૬૫ વર્ષો પછી પણ ગુલામીની માનસિકતા અને ગરીબી દુર કરવાની ખાઈ પૂરવાનું હજુ પણ ઘણું દુર છે તેનું કારણ સ્વામીજીના વારસાને આપણે અનુસરી શક્યા નથી તેવું લાગશે.

ભારતની અધોગતિનું કારણ

મને સંપૂર્ણ ખાતરી થઇ છે કે કોઈ પણ વ્યક્તિ કે પ્રજા બીજાના સહકાર વિના પોતાને અલગ રાખીને જીવી શકે નહીં.અને જયારે જયારે મહતા, નીતિમતા કે પવિત્રતાના ખોટા ખ્યાલોથી આવા પ્રયાસો કરવામાં આવ્યા છે, ત્યારે ત્યારે તેનું પરિણામ અંતે અલગ રહેનારને સર્વદા હાનિકારક નીવડ્યું છે.

મારાં ખ્યાલ પ્રમાણે ભારતનાં પતન અને અધોગતિનું એક મહાન કારણ પ્રજાની આસપાસ ઉભી કરવામાં આવેલી રૂઢીની દીવાલ છે; વળી આ દીવાલ બીજાના તિરસ્કારના પાયા ઉપર ચણાઈ હતી.જો કે પ્રાચીન કાળમાં એનો મૂળ હેતુતો હિંદુઓને આજુ બાજુની બૌધ પ્રજાઓના સંપર્કમાં આવતી અટકાવવાનો હતો.

પ્રાચીન કે અર્વાચીન વિતંડાવાદ તેના ઉપર ગમે તેવો ઢાંકપિછોડો કરે તો પણ, પોતાને નીચો પાડ્યા સિવાય કોઈ પણ વ્યક્તિ બીજાનો ધિક્કાર કરી શકે નહીં, એ નૈતિક નિયમ અનુસાર, એનું અનિવાર્ય પરિણામ એ આવ્યું કે પ્રાચીન પ્રજાઓમાં જે પ્રજા અગ્રસ્થાને હતી તે આજ નામશેષ  અને અન્ય પ્રજાઓથી તિરસ્કૃત બની છે. જે નિયમની પ્રથમ શોધ અને પારખ આપણા પૂર્વજો હતાં તેનો જ ભંગ કરવાના પરિણામોના ઉદાહરણરૂપ આપણે થયા છીએ.

એ નિયમ છે આપ-લેનો. અને જો ભારત પોતાને ફરીથી ઉન્નત બનાવવા માગતું હોય તો તેણે પોતાનો જુનો ખજાનો બહાર લાવીને દુનિયાની પ્રજામાં છૂટે હાથે વહેચી દેવો જોઈએ, અને બદલામાં બીજાઓ પાસેથી તેઓ જે આપી શકે તે લેવા તૈયાર રહેવું જોઈએ. વિસ્તાર એ જીવન છે, સંકુચિતતા એ મૃત્યુ છે; પ્રેમ એ જીવન છે, ધિક્કાર એ મૃત્યુ છે. જે દિવસથી બીજી પ્રજાઓનો આપણે તિરસ્કાર કરવો શરુ કર્યો, તેજ દિવસથી આપણા મૃત્યુની શરૂઆત થઇ; અને જો આપણે પાછા વિસ્તાર એટલેકે જીવન તરફ પાછા નહિ આવીએ તો આપનું મૃત્યુ કોઈ અટકાવી શકશે નહિ.

માટે આપણે દુનિયાની બધી પ્રજાઓ સાથે ભળવું જોઈએ. જેઓ વહેમો અને સ્વાર્થનાં પોટલા જેવા છે  અને જેમના જીવનનું એક માત્ર ધ્યેય ગમાણમાંનાં કુતરા જેવું લાગે છે, તેવા સેંકડોના કરતા જે દરેક હિંદુ પરદેશમાં મુશાફરીએ જાય છે તે પોતાના દેશને વધુ ફાયદો કરે છે.રાષ્ટ્રીય જીવનની જે અદભુત ઈમારત પાશ્ચાત્ય પ્રજાઓએ ઉભી કરી છે તે તેમના ચારિત્રના મજબુત થાંભલાઓને આધારે ઉભી છે; જ્યાં સુધી આપણે તેવા સંખ્યાબંધ ચારિત્ર્યવાન માણસો પેદા નાં કરી શકીએ ત્યાં સુધી આ કે તે સતા સામે બખાળા કાઢવા નિરર્થક છે.

જે લોકો બીજાને સ્વતંત્રતા આપવા તૈયાર નથી તેઓ પોતે સ્વતંત્રતાને લાયક છે ખરા? નિરર્થક બખાળા કાઢવામાં આપની શક્તિઓને વેડફી નાખવાને બદલે, શાંતિથી અને હિંમતથી કામે લાગી જઈએ. હું તો સંપૂર્ણપણે એમ માનું છું કે જે જેને માટે યોગ્ય છે તેણે તે મેળવતાં દુનિયાની કોઈ પણ સતા રોકી શકે નહીં.ભૂતકાળ જરૂર મહાન હતો, પણ અંતરથી માનું છું કે ભવિષ્ય તેથીયે વધુ ઉજ્જવળ બનશે. ભગવાન શંકર આપણને પવિત્રતા,ધૈર્ય અને ખંતમાં અચલ રાખો. (ભાગ.૩, પૃ.૨૯૦-૨૯૧)”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

મન સરોવર

Just another WordPress.com weblog

વિવિધા

Just another WordPress.com site

GujConnect

Website for Employees of Government of Gujarat

EVidyalay

Just another WordPress.com site

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ

જીવનની દરેક ક્ષણને માણો

Dr.Hansal Bhachech's Blog

Psychiatrist and Author

हृदयानुभूति

कविता लिखी नहीं जाती स्वतः लिख जाती है...

%d bloggers like this: