વિવિધા

Just another WordPress.com site

ફરજ !?


ડો.આઈ.કે.વીજળીવાળા સંપાદિત “પ્રેમનો પગરવ” પુસ્તકમાંથી આ પ્રસંગ લીધેલ છે. ફરજ ખાતર ફરજની વાત તેમાં આલેખાયેલ છે. આવા પ્રસંગો ભલે જવલ્લેજ બનતા હોય અને તેની નોંધ પણ ભાગ્યેજ લેવાતી હોય છતાં તેનું મહત્વ ધર્મ કથા કરતાં જરાય ઓછું નથી.
ગણવેશધારી એક સૈનિક પરદેશની એક હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં પ્રવેશ્યો.એને જોતાં જ એક નર્સ દોડતી એની પાસે આવી. કંઈ પણ પૂછ્યા વિના એ એનો હાથ પકડીને અંદર લઇ ગઈ. હ્રદયરોગના હુમલાથી પીડાતા એક દાદાની પથારી પાસે એને ઉભો રાખી દીધો.હજુતો નર્સ કંઈ બોલે કે કહે એ પહેલાજ અન્ય એક દર્દીની હાલત બગડી એટલે એ સૈનિકને ત્યાંજ ઉભો રાખી નર્સને જવું પડ્યું. જતાં પહેલાં ઘણી બધી નળીઓથી વીંટળાયેલા અને અર્ધબેહોશીની હાલતમાં પડેલા એ દાદાના કાન પાસે મોં લઇ જઈને જોરથી બોલતી ગઈ. “દાદા ! તમે કહેતા હતાને કે તમારો દીકરો લશ્કરમાં છે અને ત્યાંથી રજા લઈને આજે આવવાનો છે, જુઓ ! એ આવી ગયો છે !” એટલું કહી એ દોડતી જતી રહી.
નર્સ જતી રહી એ પછી દાદાએ ઘેનથી ભરેલા પોપચાં ઉંચા કર્યા. બાજુમાં ઉભેલા સૈનિકને જોઈ એના તરફ હાથ લંબાવ્યો. સૈનીકે તરત જ એમનો ઢીલો, ધ્રુજતો હાથ પોતાના હાથમાં લઇ લીધો. દાદાની આંખો પાછી બંધ ગઈ, છતાં સૈનિકે એમનો હાથ ન છોડ્યો.એ ખાસ્સી વાર સુધી એમ જ એમનો હાથ પકડીને ઉભો રહ્યો. એટલી વારમાં અન્ય દર્દીમાંથી થોડી ફ્રી થયેલી નર્સે આવીને એક ખુરશી લાવી આપી. દાદાની પથારીની બાજુમાં જ એમનો હાથ પકડીને એ સૈનિક બેસી ગયો.
સાંજ થઈ. રાત પડી. ધીમે ધીમે રાત પણ વીતતી ચાલી. દાદા અર્ધભાન અવસ્થામાં ક્યારેક જરાક આંખ ખોલીને સૈનિકનો ચહેરો જોવાનો જોવાનો પ્રયત્ન કરતા, પરંતુ ઘેનના કારણે એમના પોપચાં તરતજ પાછા બંધ થઇ જતાં.હા,એ જયારે જયારે આંખ ખોલવાની કોશિશ કરતા ત્યારે પેલો સૈનિક એમના હાથને પોતાના હાથમાં થોડો દબાવીને પછી લાગણીથી થપથપાવતો. એ લાગણીભર્યા સ્પર્શથી દાદાની બંધ આંખોના ખૂણેથી આંસુની પાતળીધાર ચાલતી.પોતાના બરછટ હાથથી સૈનિક એ લૂછતો ત્યારે દાદાના ચહેરા પર આછો આનંદ ફેલાઈ જતો.
રાતના ત્રણ વાગ્યા પછી નર્સે એ સૈનિકને બે થી ત્રણ વખત થોડો આરામ કરવાનું કહ્યું. પોતે દાદાની બરાબર સંભાળ લેશે એવું પણ કહ્યું. પરંતુ લશ્કરમાં આવી બધી હાડમારીઓ વચ્ચે બરાબર કેળવાયેલ એ જવાને ના પાડી. ન તો એક ક્ષણ માટે પણ એણે દાદાનો ઢીલો-ધ્રુજતો હાથ છોડ્યો કે ન તો એણે એક મટકું પણ માર્યું ! સવારના છ વાગ્યા સુધી એ ક્યારેક દાદાનો હાથ પસવારતો કે પછી ક્યારેક એમની આંખ લૂછતો એમ જ બેઠો રહ્યો.
લગભગ સાડા છ વાગ્યાની આસપાસ દાદાનો શ્વાસ અટકી ગયો. એમનું થાકેલું હૃદય બંધ પડી ગયું. જવાને નર્સને સાદ પાડ્યો. નર્સ અને ડ્યુટી ડોક્ટરે દાદાનું હ્રદય ફરી ધબકતું થાય એ મારે ભરપુર પ્રયત્નો કર્યા ,પરંતુ દાદાના હ્રદયે ફરીથી ધબકવાનું શરુ ન જ કર્યું.
દવાખાનાની ઔપચારિકતાઓ પૂરી કરી લીધા પછી નર્સ પેલા જવાન પાસે સહાનુભૂતિ વ્યક્ત કરવા આવી, પરંતુ હજુ નર્સ કંઈ પણ બોલે એ પહેલાંજ પેલો સૈનિક બોલ્યો, ”નર્સ કોણ હતા એ દાદા ?”
કેમ એ તમારા પિતા નહોતા ? નર્સે નવાઈ સાથે પૂછ્યું.
“નહીં તો ! ”જવાને કહ્યું, “મેં તો એમને આ પહેલાં ક્યારેય જોયા પણ નથી !”
“ઓહ ! વેરી સોરી ! નર્સને પોતાની ભૂલ સમજાઈ. એણે ક્ષોભ પણ થયો. એ બોલી, “માફ કરજો. ઉતાવળમાં મારી ભૂલ થઇ ગઈ, પરંતુ તમે એ વખતે જ મને કેમ જણાવ્યું નહીં ?”
“ઈટ્સ ઓલરાઈટ ! મને એ જ ક્ષણે સમજાઈ ગયું હતું કે તમારાથી ભૂલ થઇ ગઈ છે.” સૈનિકે કહ્યું, “પરંતુ મને એ પણ સમજાઈ ગયું હતું કે મરણ પથારીએ પડેલ એક વૃદ્ધ માણસ એના દીકરાને મળવા ઝંખી રહ્યો છે અને એનો દીકરો હજુ પહોચ્યો નથી અને કદાચ પહોચી શકે તેમ પણ નથી. એમની તબિયત એટલી હદે ખરાબ હતી કે હું એમનો દીકરો છું કે નહિ એ સ્પષ્ટતા કે ચર્ચા કરવી પણ બિન જરૂરી લાગી. મારા મનને લાગ્યું કે એમને મારા હાથની અને સહાનુભુતીની જરૂર હતી એટલે હું રોકાઈ ગયો. મને એ મારું કર્તવ્ય લાગ્યું. મારી ફરજ લાગી. બસ !એટલું જ !”
નર્સનું અભિવાદન કરી એ સૈનિક બહાર જવા નીકળ્યો.
નર્સ અનેરા અહોભાવથી એને જતો જોઈ રહી.. પોતાના કાર્યક્ષેત્રની બહાર પણ ઘણી ફરજો અદા કરવા જેવી હોય છે. એનું એને પ્રત્યક્ષ દર્શન થયું હતું !

2 ટિપ્પણીઓ

  1. મારા બ્લૉગ સાથે જોડાયા તેનો આનંદ છે….આપનો વાચનશોખ વેબગુર્જરીને ઉપયોગી થાય તેમ છે…જુદાજુદા બ્લૉગનો પરિચય સૌને માટે કરાવો તો ઉપયોગી થશે. શ્રી દીપકભાઈનો સંપર્ક કરશો ? “Dipak Dholakia” , અહીં તેઓ મળશે…આભાર સાથે, – જુ.

    Like

  2. સરસ!

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

મન સરોવર

Just another WordPress.com weblog

વિવિધા

Just another WordPress.com site

GujConnect

Website for Employees of Government of Gujarat

EVidyalay

Just another WordPress.com site

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ

જીવનની દરેક ક્ષણને માણો

Dr.Hansal Bhachech's Blog

Psychiatrist and Author

हृदयानुभूति

कविता लिखी नहीं जाती स्वतः लिख जाती है...

%d bloggers like this: