વિવિધા

Just another WordPress.com site

ફરજ !?

ડો.આઈ.કે.વીજળીવાળા સંપાદિત “પ્રેમનો પગરવ” પુસ્તકમાંથી આ પ્રસંગ લીધેલ છે. ફરજ ખાતર ફરજની વાત તેમાં આલેખાયેલ છે. આવા પ્રસંગો ભલે જવલ્લેજ બનતા હોય અને તેની નોંધ પણ ભાગ્યેજ લેવાતી હોય છતાં તેનું મહત્વ ધર્મ કથા કરતાં જરાય ઓછું નથી.
ગણવેશધારી એક સૈનિક પરદેશની એક હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં પ્રવેશ્યો.એને જોતાં જ એક નર્સ દોડતી એની પાસે આવી. કંઈ પણ પૂછ્યા વિના એ એનો હાથ પકડીને અંદર લઇ ગઈ. હ્રદયરોગના હુમલાથી પીડાતા એક દાદાની પથારી પાસે એને ઉભો રાખી દીધો.હજુતો નર્સ કંઈ બોલે કે કહે એ પહેલાજ અન્ય એક દર્દીની હાલત બગડી એટલે એ સૈનિકને ત્યાંજ ઉભો રાખી નર્સને જવું પડ્યું. જતાં પહેલાં ઘણી બધી નળીઓથી વીંટળાયેલા અને અર્ધબેહોશીની હાલતમાં પડેલા એ દાદાના કાન પાસે મોં લઇ જઈને જોરથી બોલતી ગઈ. “દાદા ! તમે કહેતા હતાને કે તમારો દીકરો લશ્કરમાં છે અને ત્યાંથી રજા લઈને આજે આવવાનો છે, જુઓ ! એ આવી ગયો છે !” એટલું કહી એ દોડતી જતી રહી.
નર્સ જતી રહી એ પછી દાદાએ ઘેનથી ભરેલા પોપચાં ઉંચા કર્યા. બાજુમાં ઉભેલા સૈનિકને જોઈ એના તરફ હાથ લંબાવ્યો. સૈનીકે તરત જ એમનો ઢીલો, ધ્રુજતો હાથ પોતાના હાથમાં લઇ લીધો. દાદાની આંખો પાછી બંધ ગઈ, છતાં સૈનિકે એમનો હાથ ન છોડ્યો.એ ખાસ્સી વાર સુધી એમ જ એમનો હાથ પકડીને ઉભો રહ્યો. એટલી વારમાં અન્ય દર્દીમાંથી થોડી ફ્રી થયેલી નર્સે આવીને એક ખુરશી લાવી આપી. દાદાની પથારીની બાજુમાં જ એમનો હાથ પકડીને એ સૈનિક બેસી ગયો.
સાંજ થઈ. રાત પડી. ધીમે ધીમે રાત પણ વીતતી ચાલી. દાદા અર્ધભાન અવસ્થામાં ક્યારેક જરાક આંખ ખોલીને સૈનિકનો ચહેરો જોવાનો જોવાનો પ્રયત્ન કરતા, પરંતુ ઘેનના કારણે એમના પોપચાં તરતજ પાછા બંધ થઇ જતાં.હા,એ જયારે જયારે આંખ ખોલવાની કોશિશ કરતા ત્યારે પેલો સૈનિક એમના હાથને પોતાના હાથમાં થોડો દબાવીને પછી લાગણીથી થપથપાવતો. એ લાગણીભર્યા સ્પર્શથી દાદાની બંધ આંખોના ખૂણેથી આંસુની પાતળીધાર ચાલતી.પોતાના બરછટ હાથથી સૈનિક એ લૂછતો ત્યારે દાદાના ચહેરા પર આછો આનંદ ફેલાઈ જતો.
રાતના ત્રણ વાગ્યા પછી નર્સે એ સૈનિકને બે થી ત્રણ વખત થોડો આરામ કરવાનું કહ્યું. પોતે દાદાની બરાબર સંભાળ લેશે એવું પણ કહ્યું. પરંતુ લશ્કરમાં આવી બધી હાડમારીઓ વચ્ચે બરાબર કેળવાયેલ એ જવાને ના પાડી. ન તો એક ક્ષણ માટે પણ એણે દાદાનો ઢીલો-ધ્રુજતો હાથ છોડ્યો કે ન તો એણે એક મટકું પણ માર્યું ! સવારના છ વાગ્યા સુધી એ ક્યારેક દાદાનો હાથ પસવારતો કે પછી ક્યારેક એમની આંખ લૂછતો એમ જ બેઠો રહ્યો.
લગભગ સાડા છ વાગ્યાની આસપાસ દાદાનો શ્વાસ અટકી ગયો. એમનું થાકેલું હૃદય બંધ પડી ગયું. જવાને નર્સને સાદ પાડ્યો. નર્સ અને ડ્યુટી ડોક્ટરે દાદાનું હ્રદય ફરી ધબકતું થાય એ મારે ભરપુર પ્રયત્નો કર્યા ,પરંતુ દાદાના હ્રદયે ફરીથી ધબકવાનું શરુ ન જ કર્યું.
દવાખાનાની ઔપચારિકતાઓ પૂરી કરી લીધા પછી નર્સ પેલા જવાન પાસે સહાનુભૂતિ વ્યક્ત કરવા આવી, પરંતુ હજુ નર્સ કંઈ પણ બોલે એ પહેલાંજ પેલો સૈનિક બોલ્યો, ”નર્સ કોણ હતા એ દાદા ?”
કેમ એ તમારા પિતા નહોતા ? નર્સે નવાઈ સાથે પૂછ્યું.
“નહીં તો ! ”જવાને કહ્યું, “મેં તો એમને આ પહેલાં ક્યારેય જોયા પણ નથી !”
“ઓહ ! વેરી સોરી ! નર્સને પોતાની ભૂલ સમજાઈ. એણે ક્ષોભ પણ થયો. એ બોલી, “માફ કરજો. ઉતાવળમાં મારી ભૂલ થઇ ગઈ, પરંતુ તમે એ વખતે જ મને કેમ જણાવ્યું નહીં ?”
“ઈટ્સ ઓલરાઈટ ! મને એ જ ક્ષણે સમજાઈ ગયું હતું કે તમારાથી ભૂલ થઇ ગઈ છે.” સૈનિકે કહ્યું, “પરંતુ મને એ પણ સમજાઈ ગયું હતું કે મરણ પથારીએ પડેલ એક વૃદ્ધ માણસ એના દીકરાને મળવા ઝંખી રહ્યો છે અને એનો દીકરો હજુ પહોચ્યો નથી અને કદાચ પહોચી શકે તેમ પણ નથી. એમની તબિયત એટલી હદે ખરાબ હતી કે હું એમનો દીકરો છું કે નહિ એ સ્પષ્ટતા કે ચર્ચા કરવી પણ બિન જરૂરી લાગી. મારા મનને લાગ્યું કે એમને મારા હાથની અને સહાનુભુતીની જરૂર હતી એટલે હું રોકાઈ ગયો. મને એ મારું કર્તવ્ય લાગ્યું. મારી ફરજ લાગી. બસ !એટલું જ !”
નર્સનું અભિવાદન કરી એ સૈનિક બહાર જવા નીકળ્યો.
નર્સ અનેરા અહોભાવથી એને જતો જોઈ રહી.. પોતાના કાર્યક્ષેત્રની બહાર પણ ઘણી ફરજો અદા કરવા જેવી હોય છે. એનું એને પ્રત્યક્ષ દર્શન થયું હતું !

સ્વ-મૂલ્યાંકન

ડો. આઈ.કે.વીજળીવાળાએ ઈન્ટરનેટ ઉપરથી પ્રસંગો લઇ “પ્રેમનો પગરવ” નામના પુસ્તક્માં નીચેના પ્રસંગનો સંગ્રહ કરેલ છે. તેમાંથી આ પ્રસંગ લીધેલ છે. સાધારણ રીતે આપણે કરેલ કાર્યોના પ્રત્યાઘાત ત્રીજી વ્યક્તિની સહાયથી જાણતા હોઈએ છીએ. પણ તેમાં રંગોળી પુરાવાનો કે સમજફેર થવાની શક્યતા રહેલી છે. જયારે નીચેના પ્રસંગમાં અજાણ્યા બનીને જેમના માટે કાર્ય કરેલ છે તેમના મુખેથી સ્વમુલ્યાંકન જાણવાની રીત અજમાવી છે.

અગિયાર વર્ષનો એક છોકરો પરદેશના એક સ્ટોરમાં દાખલ થયો. દુકાનદાર સાથે નમૃતાથી વાત કરીને સિક્કાવાળો ફોન વાપરવાની મંજૂરી માગી. દુકાનદારે હા પાડી. છોકરાના હાથ મેલા અને ખરાબ હતા એટલે એ સ્પીકર ફોન પર વાત કરતો હતો. અન્ય કોઈ ગ્રાહક એ સમયે સ્ટોરમાં હાજર ન હોવાથી દુકાનદાર એની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. સામા છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી. છોકરાએ કહ્યું, “મેડમ ! તમે મને તમારી લોન કાપવાનું કામ આપી શકો ખરા?”
સામે છેડેથી સ્ત્રીનો અવાજ આવ્યો, “નહીં ભાઈ ! લોન કાપવા માટે મેં માણસ રાખી લીધેલ છે.”
છોકરો બોલ્યો મેડમ ! અત્યારે તમારે ત્યાં જે કોઈ કામ કરતુ હોઈ એના કરતાં અડધી કીમતે હું લોન કાપી આપીશ !”
સામે છેડેથી સ્ત્રીએ કહ્યું, “ના ભાઈ ! હાલ મારી લોન કાપવાનું કામ જે કરે છે તેનાથી મને કોઈ ફરિયાદ નથી !”
છોકરાએ કહ્યું, મેમ ! લોન કાપવાની જોડાજોડ હું તમારો રસ્તો પણ વાળી આપીશ અને એ પણ કોઈ વધારા ના ચાર્જ વગર !”
પેલી સ્ત્રીએ જવાબ આપ્યો, “ના ભઈ ! આભાર ! મારે હમણાં બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી ! મારા રોકેલા માણસથી મને પુરો સંતોષ છે.”
આટલી વાતચીત પતાવીને ખુશખુશાલ ચહેરે એ બાળકે પોતાનું ફોનનું સ્પીકર બંધ કર્યું. દુકાનદારનો ફરી એકવાર આભાર માનીને એ બહાર જવાની તૈયારી કરતો હતો એજ વખતે દુકાનદારે એને પાસે બોલાવ્યો. એની બધી વાતચીત સાંભળીને એ પણ ખુશ થઇ ગયો હતો.પેલી સ્ત્રીએ કામ આપવાની ના પડી તો પણ આ છોકરાના ચહેરા પર નિરાશાની કોઈ રેખા નહોતી આવી કે એ જરાય ઉદાસ પણ નહોતો થયો. ટુંકમાં, એની એ ખુમારી એને સ્પર્શી ગઈ હતી.
છોકરો પાસે આવ્યો એટલે દુકાનદારે કહ્યું, છોકરા! પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી તો પણ તું ખુશ રહી શક્યો એ વાતજ મને ખુબ સ્પર્શી ગઈ છે. એણે ભલે ના પાડી,પરંતુ હું તને કામ આપવા તૈયાર છું. બોલ મારે ત્યાં કામ કરીશ ?”
પેલા છોકરાએ હસતા હસતા ના પાડી.
દુકાનદારને અત્યંત નવાઈ લાગી. એણે કહ્યું “પણ દીકરા ! હમણાં તો તું પેલી સ્ત્રીને કામ માટે રીતસરની આજીજી કરી રહ્યો હતો ! કામ નહોતું જોઈતું તો પછી એવું શા માટે કરતો હતો ?
છોકરો હસતાં હસતાં બોલ્યો, “નહીં સર ! હું જ એ મેડમને ત્યાં કામ કરું છું. આ તો મારું કામ કેવું છે એ તપાસવા માટેજ મેં એમને ફોન કરેલો ! જેથી કરીને મારા કામ અંગે મને ખ્યાલ આવે !
દુકાનદારને એક નિર્દોષ સ્મિત આપીને એણે વિદાય લીધી.
દુકાનદાર એણે જતો જોઈ રહ્યો અને ક્યાંય સુધી એ છોકરાની સ્વ.મૂલ્યાંકનની રીતને બિરદાવતો રહ્યો!

અનુભૂતિ

સ્વામી વિવેકાનંદનું સમગ્ર જીવન ઈશ્વરની ખોજ ,માનવ સેવા અને દેશ ભક્તિ પાછળ વીતેલું છે. તેમની ઈશ્વરની અનુભૂતિ કેવી હતી તે  તેમના નીચેના વિચારોમાં વ્યક્ત થાય છે.

When I Asked God for Strength

He Gave Me Difficult Situations to Face

When I Asked God for Brain & Brown

He Gave Me Puzzles in Life to Solve

When I Asked God for Happiness

He Showed Me Some Unhappy People

When I Asked God for wealth

He Showed Me How to Work Hard

When I asked God for Favours

He Showed Me Opportunities to Work Hard

When I asked God for Peace

He Showed Me How to Help Others

God Gave Me Nothing I Wanted

He Gave Me Everything I Needed

Swami Vivekananda

 

 

ભારતની અધોગતિનું કારણ

આર્ષદ્રષ્ટા સ્વામી વિવેકાનંદની ૧૫૦ મી જન્મ જયંતી આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે તેમના ભાવિદર્શન પૈકી એક જે “શ્રીરામકૃષ્ણ જ્યોત ઓક્ટો-૧૨” માં પ્રગટ થયેલ છે  તે  સાભાર રજુ છે. તેઓ સામાજિક, રાજકીય દુર્દશા માટેનું કારણ  ધર્મનું સાચું અનુસરણનો અભાવ તેમજ આત્મ વિશ્વાસ જગાડે તેવી મૂલ્યનિષ્ઠ  કેળવણીનો અભાવ હોવાનું સ્પષ્ટપણે માનતા. આજે આઝાદીના ૬૫ વર્ષો પછી પણ ગુલામીની માનસિકતા અને ગરીબી દુર કરવાની ખાઈ પૂરવાનું હજુ પણ ઘણું દુર છે તેનું કારણ સ્વામીજીના વારસાને આપણે અનુસરી શક્યા નથી તેવું લાગશે.

ભારતની અધોગતિનું કારણ

મને સંપૂર્ણ ખાતરી થઇ છે કે કોઈ પણ વ્યક્તિ કે પ્રજા બીજાના સહકાર વિના પોતાને અલગ રાખીને જીવી શકે નહીં.અને જયારે જયારે મહતા, નીતિમતા કે પવિત્રતાના ખોટા ખ્યાલોથી આવા પ્રયાસો કરવામાં આવ્યા છે, ત્યારે ત્યારે તેનું પરિણામ અંતે અલગ રહેનારને સર્વદા હાનિકારક નીવડ્યું છે.

મારાં ખ્યાલ પ્રમાણે ભારતનાં પતન અને અધોગતિનું એક મહાન કારણ પ્રજાની આસપાસ ઉભી કરવામાં આવેલી રૂઢીની દીવાલ છે; વળી આ દીવાલ બીજાના તિરસ્કારના પાયા ઉપર ચણાઈ હતી.જો કે પ્રાચીન કાળમાં એનો મૂળ હેતુતો હિંદુઓને આજુ બાજુની બૌધ પ્રજાઓના સંપર્કમાં આવતી અટકાવવાનો હતો.

પ્રાચીન કે અર્વાચીન વિતંડાવાદ તેના ઉપર ગમે તેવો ઢાંકપિછોડો કરે તો પણ, પોતાને નીચો પાડ્યા સિવાય કોઈ પણ વ્યક્તિ બીજાનો ધિક્કાર કરી શકે નહીં, એ નૈતિક નિયમ અનુસાર, એનું અનિવાર્ય પરિણામ એ આવ્યું કે પ્રાચીન પ્રજાઓમાં જે પ્રજા અગ્રસ્થાને હતી તે આજ નામશેષ  અને અન્ય પ્રજાઓથી તિરસ્કૃત બની છે. જે નિયમની પ્રથમ શોધ અને પારખ આપણા પૂર્વજો હતાં તેનો જ ભંગ કરવાના પરિણામોના ઉદાહરણરૂપ આપણે થયા છીએ.

એ નિયમ છે આપ-લેનો. અને જો ભારત પોતાને ફરીથી ઉન્નત બનાવવા માગતું હોય તો તેણે પોતાનો જુનો ખજાનો બહાર લાવીને દુનિયાની પ્રજામાં છૂટે હાથે વહેચી દેવો જોઈએ, અને બદલામાં બીજાઓ પાસેથી તેઓ જે આપી શકે તે લેવા તૈયાર રહેવું જોઈએ. વિસ્તાર એ જીવન છે, સંકુચિતતા એ મૃત્યુ છે; પ્રેમ એ જીવન છે, ધિક્કાર એ મૃત્યુ છે. જે દિવસથી બીજી પ્રજાઓનો આપણે તિરસ્કાર કરવો શરુ કર્યો, તેજ દિવસથી આપણા મૃત્યુની શરૂઆત થઇ; અને જો આપણે પાછા વિસ્તાર એટલેકે જીવન તરફ પાછા નહિ આવીએ તો આપનું મૃત્યુ કોઈ અટકાવી શકશે નહિ.

માટે આપણે દુનિયાની બધી પ્રજાઓ સાથે ભળવું જોઈએ. જેઓ વહેમો અને સ્વાર્થનાં પોટલા જેવા છે  અને જેમના જીવનનું એક માત્ર ધ્યેય ગમાણમાંનાં કુતરા જેવું લાગે છે, તેવા સેંકડોના કરતા જે દરેક હિંદુ પરદેશમાં મુશાફરીએ જાય છે તે પોતાના દેશને વધુ ફાયદો કરે છે.રાષ્ટ્રીય જીવનની જે અદભુત ઈમારત પાશ્ચાત્ય પ્રજાઓએ ઉભી કરી છે તે તેમના ચારિત્રના મજબુત થાંભલાઓને આધારે ઉભી છે; જ્યાં સુધી આપણે તેવા સંખ્યાબંધ ચારિત્ર્યવાન માણસો પેદા નાં કરી શકીએ ત્યાં સુધી આ કે તે સતા સામે બખાળા કાઢવા નિરર્થક છે.

જે લોકો બીજાને સ્વતંત્રતા આપવા તૈયાર નથી તેઓ પોતે સ્વતંત્રતાને લાયક છે ખરા? નિરર્થક બખાળા કાઢવામાં આપની શક્તિઓને વેડફી નાખવાને બદલે, શાંતિથી અને હિંમતથી કામે લાગી જઈએ. હું તો સંપૂર્ણપણે એમ માનું છું કે જે જેને માટે યોગ્ય છે તેણે તે મેળવતાં દુનિયાની કોઈ પણ સતા રોકી શકે નહીં.ભૂતકાળ જરૂર મહાન હતો, પણ અંતરથી માનું છું કે ભવિષ્ય તેથીયે વધુ ઉજ્જવળ બનશે. ભગવાન શંકર આપણને પવિત્રતા,ધૈર્ય અને ખંતમાં અચલ રાખો. (ભાગ.૩, પૃ.૨૯૦-૨૯૧)”

અનોખી ભેટ

જીમ સ્ટોવેલ વ્દારા લેખિત નવલકથા “The ultimate Gift” નું  ગુજરાતી રૂપાંતર નીતા રેશમીયા દ્વારા “અનોખી ભેટ” શીર્ષક હેઠળ કરવામાં આવેલ છે.જીમ સ્ટોવેલ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં ઓલમ્પિકની રમતમાં વજન ઉચકવાની સ્પર્ધાનાં રાષ્ટ્રીય શૂરવીર, “નેરેટીવ ટેલીવીઝન નેટવર્ક”નાં સહ સંસ્થાપક તથા અધ્યક્ષ છે, તેમજ યુ.એસ.જુનિયર ચેમ્બર દ્વારા ‘ટેન આઉટસ્ટેન્ડીગ યંગ અમેરીકન્સ’નાં બિરુદ સાથે તેની વરણી થતા,અને “ઇંટરનેશનલ હ્યુમેટેરીયન એવોર્ડ”એનાયત થતાં વિશ્વપ્રસિધ વ્યક્તિમાં ગણના થાય છે.

આ પુસ્તકની સમગ્ર  કથા વસ્તુ  રેડ સ્ટીવન્સનાં વિશિષ્ઠ વસિયતનામા આસપાસ રચાયેલી છે. રેડ સ્ટીવન્સ આપ બળે અપાર સંપતિના માલિક બને છે, અને અપાર સિધ્ધિઓ મેળવે છે પણ આ બધી પ્રક્રિયામાં પરિવારના દરેક સભ્યની જરુરીયાત   તેમની અપેક્ષાથી વિશેષ અને માંગ્યા પહેલાંજ સંતોષે છે પરિણામે  પોતેજ પરિવારની બરબાદીનું  કારણ બને છે. પછી જયારે અંતિમ સમયે તેનાં પરિવારને સંપતિ સોપવાનો સમય આવે છે ત્યારે તેના પરિવારના દરેક સદસ્યને  તેની સંપતિ સિવાય કશાયમાં રસ હોતો નથી તેથી  પરિવારને સંપતિ સોપતા મન  માનતું નથી.આખરે તેના દિલોજાન દોસ્ત અને બોસ્ટન શહેરનાં ખ્યાતનામ વકીલ હેમિલ્ટન સલાહ આપેછે કે ભલે નક્કામા હોય પણ તારા પરિવાર જનો છે. તેથી હેમિલ્ટનની સહાયથી વસિયતનામું તૈયાર કરે છે અને તેના અમલની જવાબદારી પણ નિભાવે છે. તેમાં દરેક પરિવારજનો માટે મોટી સંપતિનો બંદોબસ્ત કરે છે. સાથે સાથે વસીયતનામાથી ધંધા/સંપતિને એવી રીતે નિયંત્રિત કરી હાથવગા અંતરે રાખે છે જેથી તેઓ પોતાને કે બીજાને હાની ના પહોચાડી શકે. પરંતુ આ બધામાં તેના ભત્રીજા જેસનમાં તેની આશાનું છેલ્લું કિરણ દેખાય છે  તેથી તેને હેમિલ્ટન અને વિડીયો કેસેટના માધ્યમથી  “અનોખી ભેટ” સ્વરૂપે જે  સંદેશો પહોચાડે છે  તે એક વર્ષમાં પૂર્ણ કરવાની શરતે વસિયતનામામાં સામેલ કરે છે. મૃત્યુ બાદ વિડીયો ટેપથી જેસન પાસે નિખાલસ કબુલાત કરતા જણાવે છે કે…

“જેસન, હું મારા જીવનને ખૂબ વિશાલ ફલક પર જીવ્યો.ઘણી બધી સિધ્ધિઓ મેળવી અને ઘણી બધી મોટી ભૂલો પણ કરી.પરંતુ મેં સૌથી મોટી ભૂલ એ કરી કે પરિવારનાં દરેક સભ્યની માંગણી અને અપેક્ષા,મેં એમનાં માંગ્યા પહેલાંજ સંતોષ્યા, મને એવું સમજતાંઅનેક વર્ષો લાગ્યા કે દરેક વ્યક્તિ જીવનમાં જે કંઈ કરે છે એ બધુજ ઈશ્વરની દેન છે. ઈશ્વર પાસે દરેક વ્યક્તિ માટે એક વિશેષ યોજના હોય છે, જેને પાર પાડવાનાં જરૂરી સાધનો પણ એણેજ પુરા પાડ્યાં જ  હોય છે. મેં જીવનની ખુશીઓ ને મેળવવાનાં પ્રયત્નોમાં અને મારા મિત્ર તથા પરિવાર માટે એને ખરીદવામાં અનેક વર્ષ વેડફ્યા.પરંતુ વધતી વયેજ મને એ શીખ સમજાઈ કે ખુશીતો ઈશ્વરે આપેલી દરેક દરેક સોગાદ થકીજ મળે છે. એ મારી બદનસીબી કે મારું ધન અને મારી સતાનો ફેલાવો, એ કશુંય આ શીખ સમજવામાં લોકોને સહાયરૂપ ન બન્યા. મારી ગેરહાજરીનાં અવકાશને પુરવાના પ્રયત્નરૂપે મેં એમને દરેક ભૌતિક સુખ-સગવડતા આપી, પરંતુ આવું કરવામાં મેં એમની પાસેથી એ બધુંજ લુંટી લીધું, જેને થકી તેઓ મારી જેમ જીવનને અદભુત બનાવી શકે તેમ હતાં..”

રેડ સ્ટીવન્સને સમગ્ર  જીવન દરમ્યાન જે સમજણ મળી તેને   ઈશ્વરી સોગાદ ગણી  “અનોખી ભેટ” સ્વરૂપે તેના પ્રિય ભત્રીજા જેસનને પહોચાડવા વીડીઓ કેસેટ તથા તેના વકીલ હેમિલ્ટન અને હાસ્ટીન્ગસ  મારફતે વસિયતનામામાં  એવું પણ ઠરાવે છે કે..

“આગામી એક વર્ષ માટે દરેક મહિનાની પહેલી તારીખે તું, મી.હેમિલ્ટન અને મિસ હાસ્ટીન્ગસને મળીશ અને ત્યારે દરેક વખતે તને હું જેને   “અનોખી ભેટ” કહું છું, તેનો એક હિસ્સો આપવામાં આવશે.જો આ ઘટના ક્રમને એક વર્ષ સુધી નિભાવીશ અને દરેક હિસ્સાનો ખુલ્લા મનથી પ્રેમપૂર્વક સ્વીકાર કરીશ તો મારા વસિયતમાં તારા માટે મુકાયેલ મહત્વપૂર્ણ હિસ્સાનો તું વારસદાર બનીશ, પરંતુ એટલું સમજી લેજે કે જો તું ક્યારેય ચિંધ્યા મુજબ કાર્યસિદ્ધ નહિ કરે અથવા મી.હેમિલ્ટન અને મિસ હાસ્ટીન્ગ્સને કોઈપણ અણછાજતી મુશ્કેલીઓમાં મુકીશ,તો મેં મારાં વસિયતનામાં થકી મી.હેમીલ્ટનને ખાસ સૂચિત કર્યા છે કે તેઓ બધીજ કાર્યવાહી તને કશુંજ પણ આપ્યા વગર બંધ કરી દે.”

શરૂઆતમાં જેસન અકળાય ઉઠે છે અને બોલી ઉઠે છે કે બીજાની જેમ મારે માટે કેમ મોટો દલ્લો છોડતો ન ગયો પરંતુ જેમ જેમ દરેક માસે વીડીઓ કેસેટથી રેડ સ્ટીવન્સ તેને ઉદબોધે છે, અને હેમિલ્ટનની સહાયથી  તેને અનુરૂપ અનુભવ મેળવે છે  તેમ તેમ  જેસનને “અનોખી ભેટ”નું મહત્વ સમજાય છે,  અને તેનું શાણપણ વધતું જાય અને તે બધી શીખ મુજબ અપેક્ષાથી વધુ પાર ઉતરે છે. અને વર્ષને અંતે દસ્તાવેજનો મહત્વનો તબક્કો વાંચવાનું શરુ થાય છે..

“અને મારાં મહાન ભત્રીજા જેસન સ્ટીવન્સનાં હાથમાં મારાં ચેરીટેબલ ટ્રસ્ટ ફંડનું સંપૂર્ણ નિયંત્રણ સોપું છું.આજની તારીખે તેની કિંમત અંદાજે એક અબજ ડોલર કરતાંય કઈક વધુ હશે.મારાં ભત્રીજાએ પોતાની જાતને જીવનના દરેક તબક્કે એક જવાબદાર અને સક્ષમ વ્યક્તિ તરીકે પુરવાર કરી હોવાથી ચેરીટેબલ ટ્રસ્ટ ફંડનો એ એક માત્ર નિયંત્રક રહેશે..”

સરકસ ન જોયાનો આનંદ

જેક કેન્ફીડ અને માર્ક વિક્ટર હેન્સન દ્વારા લેખિત/સંપાદિત “ચિકન સૂપ ફોર ધી સોલ” નો ગુજરાતી અનુવાદ સોનલ પરીખ દ્વારા થયેલ છે તેમાંથી સાભાર આ વાર્તા લીધેલી છે.વાર્તાઓ સહેલાઈથી ગળે ઉતરે તેવી છે પરંતુ તેનું આચરણ કરવું સહેલું હોતું નથી. છતાં આવા નામ વગરના ભલાઈના કામો  જીવનમાં  કોઈ વખત  બનેલા હોઈ શકે છે. ભલે તેની દેખીતી નોંધ ના લેવાતી હોય પણ તેની યાદ હ્રદયની ઉષ્માનો અનુભવ કરાવે તેવી હોય છે. આવીજ એક વાર્તા ‘સરકસ ન જોયાનો આનંદ’ છે. જે નીચે પ્રમાણે છે.

એકવાર મારી તરુણ વયે હું અને મારા પિતા સરકસની ટીકીટ લેવાની લાઈનમાં ઉભા હતા.છેવટે અમારી અને ટીકીટબારી વચ્ચે એકજ પરિવાર રહ્યો. એ પરિવારને હું કદી  નહિ ભૂલું. તેમાં આઠ બાળકો હતા. બધાં ૧૨ વર્ષની નીચેનાં.તેમને જોઈને ખ્યાલ આવી જતો હતો કે તેમની આર્થિક હાલત ખાસ સારી નહોતી.તેમનાં કપડાં બહુ કિંમતી નહોતાં, પણ સાફ અને સુઘડ હતા.તેમનું વર્તન પણ સરસ હતું.માં બાપની પાછળ બે બેની જોડીમાં હાથ પકડીને તેઓ શાંતિથી તેઓ ઉભા હતા.તેઓ અંદર અંદર ઉત્સાહથી જોકરની,હાથીની અને સર્કસના બીજા ખેલોની વાતો કરતા હતા.તેમને પહેલાં કદી  સરકસ જોયું નહિં હોય એ સમજાતું હતું.આજે રાત્રે તેઓ પહેલી વાર સરકસ જોવાના હતાં. તેનો આનદ તેમનાં કુમળાં મોં પર ચમકતો હતો.

પિતા અને માતા ગરીમાપૂર્વક  ઉભાં હતાં. પત્નિએ પતિનો હાથ પકડી રાખ્યો હતો. તેના તરફ તે એવી ચમકતી આંખે જોતી હતી જાણે કહેતી હોય, “ તું અમારો વિજેતા યોધ્ધો છે”.પતિ પણ તેની સામે સ્મિત વેરી રહ્યો હતો.જાણે કહેતો હોય “ તું મારી પ્રેરણા છે.”

ટિકિટ વેચનાર બાઈએ પેલા આઠ બાળકોના પિતાને પૂછ્યું,”કેટલી ટિકિટ આપું?” પિતાએ કહ્યું,”આઠ બાળકો માટેની,બે પુખ્ત વયના માટેની.આજે તો મારે મારા પરિવારને સરકસ દેખાડવું જ છે.” પેલીએ તેને ટીકીટો માટે થતી રકમનો આંકડો  કહ્યો.

આંકડો સાંભળી પત્નીના હાથમાંથી પતિનો હાથ છૂટી ગયો.પતિના હોઠ ધ્રુજવા લાગ્યા. તેણે કંપતા અવાજે પુછ્યું ‘કેટલા કહ્યા?’

પેલીએ ફરીવાર રકમ કહી.એટલા પૈસા પતિ પાસે હતાં નહીં. પણ એ વાત તે પોતાની પાછળ ઉત્સુકતાથી ઉભેલાં બાળકોને કેવી રીતે કહે? કેવી રીતે કહે કે તમારા પિતા પાસે તમને સરકસ બતાવવાના પૈસા નથી?

આ જોઈને મારા પિતાએ ખિસ્સામાં હાથ નાખી વીસ ડોલરની નોટ કાઢી અને જમીન પર પડવા દીધી.(પૈસાદાર તો અમેય નહોતા)પછી મારા પિતાએ સહેજ નીચે નમી, એમણે જ પાડેલી નોટ લઇ પેલા માણસને કહ્યું, ‘જુઓ ભાઈ, આ તમારા ખિસ્સામાંથી પડી ગઈ છે.’

પેલો પુરુષ સમજી ગયો.તે કોઈની પાસે માગે એવો કે મદદ સ્વીકારે એવો નહોતો. પણ આ રીતે મદદ કરીને દિલ તોડી નાખનારી અને મુંઝવણભરી સ્થિતિનો આવી રીતે મદદ કરીને   હલ કાઢનારની લાગણીને તે સમજી શક્યો. તેણે મારા પિતાની આંખોમાં જોયું, મારા પિતાના હાથને પોતાના બન્ને હાથમાં લઇ દબાવ્યો. તેની આંખોમાંથી આંસુનાં ટીપાં તેના ગાલ પર સરી પડ્યાં. તેણે નોટ લઈને કહ્યું, ‘થેંક યૂ. થેંક યૂ. સર. મારો પરિવાર અને હું આ વાત કદી નહીં ભૂલીએ.’

હું અને મારા પિતા સરકસ જોયા વિના જ અમારી કાર તરફ પાછા ફર્યા. ઘરે આવ્યા. અમે સરકસ ગુમાવ્યું હતું. પણ અનેકગણો આનંદ લઈને આવ્યા હતાં.

ડેન ક્લાર્ક

રોજગાર વિષયક વેબ લીંક

આજકાલ રોજગારી માટે અને ખાસ કરીને રાજ્ય/કેન્દ્ર સરકારની,બેન્કોની અને અન્ય નોકરીઓની જાહેરાત,એપ્લીકેશન,કોલ લેટર, એક્ઝામ અને રીઝલ્ટ વિગેરે સઘળી પ્રક્રિયા ઓનલાઈન થતી જાય છે.તેવા સંજોગોમાં પુરુ વેબ એડ્રેસ ના હોઇતો નોકરીવાંચ્છુનો સારો એવો સમય તે શોધવામાં જાય છે, અને અન્ય રીતે માહિતી મોડી  મળે, તેવા સંજોગોમાં જાહેરાત અને ત્યાર પછીની પ્રક્રિયાની વેબસાઈટની  લીંક એક જગ્યાએ મળી આવેતો શોધવાની સરળતા રહે તે હેતુથી નોકરી માટેની તેમજ જનરલ નોલેજ માટેની   કેટલીક વેબલીંક આપવાનો પ્રયત્ન કરેલ છે. આમાં ઘણી ત્રુટીઓ હશે પણ તે બાબત ધ્યાન દોરવામાં આવશે તો તે સુધારવા શક્ય પ્રયત્ન કરવામાં આવશે.

(૧) http://vidyarthigujarat.blogspot.in/   ( વિદ્યાર્થી જગત)

(૨) http://svims.blog.com/  ( સરકારી ભરતી )

(૩) http://pravinshrimali.wordpress.com/  ( યુવા રોજગાર )

(૪) http://ojas.guj.nic.in/    ( ઓજસ )

(૫) http://ssc.nic.in/SSC.html  ( Staff selection commission )

(૬) http://gujaratinformation.net/showpage.aspx?contentid=32  (રોજગાર સમાચાર )

(૭) http://www.gpsc.gujarat.gov.in/  (Gujarat Public Service Commission )

(૮) http://www.upsc.gov.in/   (Union public Service Commission )

(૯) http://ssc-cr.org/   ( Staff Selection Commission )

(૧૦) http://www.gsssb.gujarat.gov.in/index.htm   ( ગૌણ સેવા પસંદગી મંડળ )

(૧૧) http://www.talimrojgar.org/pages/Registration%20Form%20%28Revised%202008%29.pdf   ( C C C Examination Form )

(૧૨) http://www.talimrojgar.org/DLOADS/CCCHANDBOOK.pdf  ( Hand Book for C C C Examination )

(13 ) http://www.talimrojgar.org/Scripts/Links.asp#   ( Other useful link )

(૧૪) http://studyingon.com/   ( સ્ટડીંગ ઓન )

(૧૫) http://www.indiapost.gov.in/Index.aspx   ( Indian Post )

(૧૬) http://ctet.nic.in/ctetnovwebsite/index.html     ( Central TET )

(૧૭) http://www.jagranjosh.com/  ( Jagaran Josh )

(૧૮) http://www.employmentnews.gov.in/annual_subscription.asp  (Employment NEWS )

(૧૯) http://hcrec.guj.nic.in:8080/   (Gujarat High Court recruitment )

(૨૦) http://www.sarkarinaukriblog.com/ ( Sarkari naukari )

(૨૧) http://portal.gujarat.gov.in/St_Education/FAQstTech.htm   ( ટેકનીકલ શિક્ષણ- ગુ.રા. FAQs )

(૨૨) http://empower.guj.nic.in/  ( ઈલેક્ટ્રોનિક મેન પાવર, રજીસ્ટ્રેશન )

(૨૩) http://www.talimrojgar.org/  ( Talim Rojgar Guj.State )

(૨૪) http://www.talimrojgar.org/Scripts/AddCandidateRegB.asp (Employment Exchange Registration)

(૨૫) http://labourandemployment.gov.in/index-guj.htm   ( શ્રમ  અને રોજગાર )

(૨૬) http://bcchauhan.blogspot.in/ ( ભરતસિંહ બ્લોગ )

(૨૭) http://jitugozaria.blogspot.in/  ( જીતુ ગોજારિયા બ્લોગ )

(૨૮) http://www.karnrathava.com/   ( Karna Rathva web site )

(૨૯) http://jobs4alert.blogspot.in/    (Jobs 4 alert)

(30)http://www.sarkari-naukri.in/  (Sarkari naukari)

(૩૧)http://computerseekho.blogspot.in/2010/10/punjab-state-co-operative-agricultural.html# (All India jobs)

(૩૨)http://www.marugujarat.in/ ( Maru Gujarat)

(૩૩)http://www.1ojasgujnic.in/ (Guj.Govt.jobs)

(૩૪))http://jobs.hinkhoj.com/(हिंखोज)

(૩૫)http://www.careerdubai.net(career Dubai)

(૩૬)http://www.naukrigulf.com/(naukri gulf)

(૩૭)http://www.gulftalent.com (gulf talent)

(૩૮)www.careerlinedubai.com(career line dubai)

(૩૯)http://www.nadia-me.com/(nadia me)

(૪૦)http://www.talentdubai.com/(talent dubai)

(૪૧)http://www.careerjet.ae/ (career jet)

(૪૨)http://www.dulscojobs.com/(dulsco jobs)

(૪૩)http://www.abcrecruitment.ae/   (abc recruitment)

(૪૪)http://www.bayt.com/(bayt)

(૪૫)http://aajivikaweekly.com(aajivika)

(૪૬)http://guj.nicn.i/(Gujnic)

(૪૭)http://www.marugujarat.org.in/(મારું ગુજરાત-૨)

(૪૮)http://nimeshsathavara.blogspot.in/(નિમેશ બ્લોગ)

(૪૯)http://www.edusafar.com/(એજ્યુ.સફર)

(૫૦)http://www.hiteshpatelmodasa.com/(હિતેશ પટેલ)

(૫૧)http://pravindabhani.blogspot.in/(પ્રવીણ ડાભાણી)

(૫૩)http://blog.rijadeja.com/(આર.જે.જાડેજા)

(૫૪)http://kjparmar.blogspot.in/(કે.જે.પરમાર)

જનરલ નોલેજ માટેની વેબ લીંક

(૧)http://www.jayeshpmakwana.blogspot.in/જયેશ મકવાણા બ્લોગ

(૨) http://hi.bharatdiscovery.org/india/    ( भारत ज्ञान कोष )

(૩)  http://chavdavanrajsinh.blogspot.in/  ( વનરાજસિંહ જ્ઞાન ગર્જના )

(૪) http://gkgujarat.wordpress.com/     ( સામાન્ય જ્ઞાન બ્લોગ )

(૫) http://gujarat1.wordpress.com/    ( મધુ સંચય બ્લોગ )

(૬) http://bankexam2011.blogspot.in   ( करंट अफेर्स )

(૭) http://upscgpsc.blog.com/  ( સામાન્ય જ્ઞાન )

(૮) http://gujarat-help.blogspot.in/   (સામાન્ય જ્ઞાન+રોજગાર )

(૯) http://gpsc.manasacademy.in/index.php  ( માનસ એકેડેમી )

(૧૦) http://yojana.gov.in/regional/gujarati.htm  (યોજના આર્ચીવ )

(૧૧) http://hi.wikibooks.org/wiki/  ( विकी बुक्स )

(૧૨) http://rathore1rahul.blogspot.in/  (ज्ञानांजलि )

(૧૩) http://emagazine.pdgroup.in/  ( इ – मेगेजिन सा.ज्ञान  )

(૧૪) http://www.onlinemagazineshub.com/  (इ – मेगेजिन  हब )

(૧૫) http://upscportal.com/civilservices/  (UPSC PORTAL )

(૧૬) http://agoodplace4all.com/  (प्रश्नावली )

(૧૭) http://dte.gswan.gov.in/edte/useful-links/imp-websites.htm (University)

 

 

એ ટુ ઝેડ માતા-પિતા

રામકૃષ્ણ મિશન  દ્વારા બાળકો માટેની સંસ્કાર શિબિરનું આયોજન વેકેશન દરમ્યાન અને શૈક્ષણિક વર્ગો વર્ષ દરમ્યાન ચાલતા રહે છે.તેમાં બોજ વગર  સર્વાંગી વિકાસ થાય, તે માટે  ફક્ત સલાહો આપવાને બદલે મદદગાર થઇ ઉણપોને પ્રેમથી નિવારી, ખૂબીઓને નિખારવા પ્રયત્ન થતા રહે છે.કોઈ સંપૂર્ણ તો ના બને પણ આજના સ્પર્ધાત્મક જગતમાં જીવન સફળતાથી જીવી શકાય અને એક અચ્છા, જવાબદાર નાગરિક બને તે બાબતે  ખાસ ધ્યાન અપાય છે. અને તેમના માતા-પિતાને  પણ આ બધી બાબતોથી વાકેફ કરાય છે.આવી એક પત્રિકા પોરબંદર રામકૃષ્ણ મિશનમાંથી મેળવી રજુ કરી છે જે દરેક માતા-પિતાએ જાણવા યોગ્ય છે.

A TO Z PARENTING

(A) Accept your child for what he is, not what you want him to be. તમારા બાળકને જેવું છે તેવું સ્વીકારો. નહિં કે જેવું તમે તેને બનાવવા ઈચ્છો છો.

(B)  Be consistent in your behavior towards the child. બાળક પ્રત્યેના તમારા વર્તનમાં સુસંગત બનો. (સુસંગત એકજ સિધ્ધાંતને દ્રઢપણે વળગી  રહેનાર)

 

(C) Criticizes the deed, never the doer that is the child. કાર્યની ટીકા કરો,કામ કરનાર અર્થાત બાળકની ટીકા ના કરો.

(D) Do activities together as family. એકજ કુટુંબની જેમ બધીજ પ્રવૃતિઓ સાથે મળીને કરો.

(E) Encourage sibling harmony by not comparing them. કુટુંબના બાળકોની વચ્ચે તુલના ના કરીને તેમના સંપ અને સુમેળને પ્રોત્સાહન આપો.

(F) Follow through if you make threats. જો તમે ચેતવણી આપતા હો તો તેને અનુસરો.

(G) Gift can be never be a substitute for presence. તમારી હાજરીને બદલે ભેટ સોગાદો ક્યારેય (તમારો) પર્યાય બની શકે નહી.

(H) Hitting teaches that your child to hit others. મારવું તે તમારા બાળકને બીજાને મારતા શીખવે છે.

(I) Instill value in the child by being a role model. બાળકમાં સદગુણોનું સિંચન કરવા માટે જાતે આદર્શ નમુનો પુરો પાડો.

(J) Joy of eating together at least one meal helps in bonding. કમસે કમ એક વખતનુંભોજન સાથે લેવાનો આનંદ(બાળકને) લાગણીના બંધનમાં બાંધવામાં મદદરૂપ બને છે.

(K) Keep increasing freedom as your child becomes responsible. જેમ જેમ તમારું બાળક જવાબદાર બનતું જાય તેમ તેમ તેની સ્વતંત્રતામાં વધારો કરતા રહો.

(L) Love your child completely and unconditionally. તમારા બાળકને સંપૂર્ણપણે અને બિનશરતી રીતે ચાહો.

(M) Motivate your child with praise instead of criticism. તમારા બાળકની ટીકા કરવાને બદલે તેની પ્રશંસા કરીને તેને પ્રેરણા આપો.

(N) Negotiating with your child is not a sign of weakness. તમારા બાળક સાથે (મુશ્કેલીના સમયે) વાટાઘાટ/ચર્ચા કરવી તે નબળાઈની નિશાની નથી.

(O) Offer suggestions but let your child make the decision તમારા બાળકને સુચનો કરો,પરંતુ નિર્ણય તો તેમને જાતે જ લેવા દો.

(P) Participate in events which are important for your child. તમારા બાળક માટે અગત્યના હોય તેવા પ્રસંગોમાં ભાગ લ્યો.

(Q) Quit labeling children as “naughty boy” or “clumsy girl. બાળક માટે તોફાની છોકરો કે આવડત વગરની છોકરી એવા વિધાનો કરશો નહિ.

(R) Restrict television, videos and computer games. ટેલીવીઝન, વિડીયો અને કોમ્પુટરની રમતો પાછળ બાળક વધુ પડતો સમય ન ગાળે   તે જોશો.

(S) Spend time with your child without diversions. બીજી કોઈપણ પ્રવ્રુત્તિમાં રોકાયા વિના ફક્ત તમારા બાળક સાથે જ સમય પસાર કરો

(T) Teach your child that choices have consequences. તમારા બાળકને શીખવો કે પસંદગીઓને પણ મહત્વ હોય છે.

(U) Use bedtime to discuss what happened during the day. સૂવાના સમયે (રાત્રે સુતા પહેલાં) દિવસ દરમ્યાન શું બન્યું તેની ચર્ચા માટે થોડા સમયનો ઉપયોગ કરો.

 (V) Visualize what qualities you want in your child as an adult. એક પુખ્ત વ્યક્તિ તરીકે તમે તમારા બાળકમાં ક્યાં ગુણો ઈચ્છો છો તેની કલ્પના તેની સમક્ષ કરો.

 (W) Work out a routine and follow it through. રોજિંદો વ્યહવાર નક્કી કરો અને તેને અનુસરો.

 (X) xcii the child’s interest in books by providing material. બાળકને પુસ્તકો પુરા પાડીને પુસ્તકોમાં રસ લેતા કરવા તેમને ઉતેજિત કરો.

 (Y) Your child needs limits to make him/her feel secure. તમારા બાળકને વધુ પડતું સુરક્ષિત ન બનાવો.

 (Z) Zestful fun of the child’s short comings lowers his self-esteem. બાળકની ખામીઓની રમુજભરી મજાક તેના આત્મ-સમ્માન/આ.ત્મશ્રધ્ધાને ઘટાડી દે છે

 

હિન્દી/ગુજરાતી ટેકનીકલ બ્લોગ્સ

કોમ્પ્યુટર /ઈન્ટરનેટ સબંધી ટેકનીકલ લેખો ગુજરાતી/હિન્દીમાં વાંચવામાં જેઓ રસ ધરાવેછે  અને ખાસ કરીને જૂની પેઢીના નેટ સેવીઓ કે જેઓ કોમ્પુટરની પદ્ધતિસરની કોઈ  તાલીમ લીધી નથી આમ છતાં કોમ્પુટર/ઈન્ટરનેટમાં રસ ધરાવેછે અને તેનો વિવિધ ઉપયોગ કરેછે તેમને ઉપયોગી થાય તે હેતુથી ગુજરાતી/હિન્દી બ્લોગ્સ,વેબસાઈટની યાદી/લીંક  રજુ કરીછે.

(1) http://www.hindi2tech.com/ हिंदी २ टेक

(2) http://hindi4tech.blogspot.com/ हिंदी ४ टेक

(3) http://epandit.shrish.in/  इ-पंडित

(4) http://raviratlami.blogspot.in/ रवि रतलामी

(5) http://bloggarv.com/  ब्लॉग गर्व

(6) http://yogendra-soft.blogspot.in/  योगेन्द्रपालकी सूचना

(7)   http://samidhafoundation.wordpress.com/  समिधा  फाउन्डेसन

(8)  http://ttechlab.wordpress.com/  ટેક્નોરીચ

(9) http://cybersafar.com/  સાઈબર સફર

(10)  http://blogtaknik.blogspot.in/  ब्लॉग तकनीक

(11) http://siwanrinku.blogspot.in/  सिवंरिन्कू

(12) http://sunilkefande.blogspot.in/  सुनिलके  फंडे

(13) http://www.kunnublog.com/  कुनू  ब्लॉग

(14) http://tech-qa.qhub.com/  टेक. प्रश्न-जवाब

(15) http://techtouchindia.blogspot.in/  टेक टच इंडिया

(16) http://cityjalalabad.blogspot.in/  सिटी जलालाबाद

(17) http://ankurthoughts.blogspot.in/  अकुर थोट्स

(18) http://computerhindi.blogspot.in/  कम्पुटर हिंदी

(19) http://www.gyandarpan.com/  ज्ञान दर्पण

(20) http://takneek.wordpress.com/  तकनीक

(21) http://blogs.antarjaal.in/takneek/  अंतर्जाल

(22) http://gujaratiword.blogspot.in/  ગુજરાતી

(23) http://rradhikari.blogspot.in/  कम्पुटर परेशानी

(24) http://techprevue.blogspot.com/  तकनीक द्रष्टा

(25) http://hindiinternet.blogspot.in/  हिंदी इंटरनेट

(26) http://bahut-kuch.blogspot.com/  बहुत कुछ

(27) http://lalitkumar.in/hindi/  ललितकुमार

(28) http://nuktachini.debashish.com/  नुक्ता चीनी

(29) http://pc4gujarati.wordpress.com/  પી સી ૪ ગુજરાતી

(30) http://tahukar.com/blogging/?subscribe=success#blog_subscription-2 ટહુકાર

(31) http://www.hinditechguru.com/  हिंदी टेक गुरु

(32) http://tips-hindi.blogspot.in/  टिप्स हिंदी

(33) http://inetknowledge.wordpress.com/  નેટ નોલેજ

(34) http://computerseekho.com/home.html  कोम्पुटर शीखो

(35) http://help4youingujarati.wordpress.com/ कोम्पुटर हेल्प

(36) http://learncomputersinhindi.blogspot.in/2009/07/blog-post.html  कोम्पुटर परिचय

(37) http://www.youtube.com/user/mayankmalik7/videos?view=1  कोम्पुटर वीडियो

(38) http://takneek.com/  कोम्पुटर जानकारी

(39) http://aksharnaad.com/category/know-more-internet-with-jignesh-a/  અક્ષરનાદ

(40)  http://computerseekho.blogspot.in/  कोम्पुटर नोलेज

(41)  http://www.youtube.com/playlist?list=PL19CFC9AFDCAB4CAC/  इंटरनेट-वीडियो

(42)  http://bhaskartimes.blogspot.in/ http://balramcomputer.blogspot.in/  भास्कर टाइम्स

(43) http://takneek.com/ तकनीक.कॉम

(44) http://ildc.in/Gujarati/Gindex.aspx  टी.डी.आई.एल.

(45) http://www.tarakash.com/2/  तरकश

(46) http://computerprb.blogspot.in/ कम्पुटर समाधान

(47) http://www.microsoft.com/downloads/Search.aspx?displaylang=hi माइक्रोसॉफ्ट डाऊनलोड

(48) http://computerseekho.blogspot.in/ कोम्पूटर शिखो ब्लॉग

(49) http://hi.mustdownloads.com/ मस्ट डाऊनलोड

(50)http://masters-tach.blogspot.com/मास्टर टेक 

(51)http://apna-antarjaal.blogspot.in/ अपना अंतर्जाल

(52)http://computer-world4.blogspot.in/कंप्यूटर वल्ड 

(53) http://kunalpandya.blogspot.in/कृणाल पंड्या

(54)http://dineshvermanhr.tk/दिनेश वर्मा

(55)http://www.mafatshikho.com/Default.aspxમફત શીખો 

(56)www.wisegeek.com/internet.hm/(wise geek)

(57)http://pctipstricks.hpage.com/(P C Tip Trics)

(58)http://www.mybigguide.com/(बिग गाइड)

(59)http://whatis.techtarget.com/(What is tech target)

સાજા થવું છે?

ફાધર વાલેસના પુસ્‍તક “વ્‍યક્તિ મંગલ”માંથી નીચેના અંશ લીધેલ છે.આપણી પ્રાર્થના કેમ સફળ થતી નથી, તે વાત આમતો આપણે સૌ જાણતા હોઇએ છીએ પણ ઉંડે ઉંડે.આપણે ધણા પ્રયત્‍નો કરતા હોઇએ તેવું લાગે છતાં શા માટે આધ્‍યાત્મિક પ્રગતિ  થતી નથી અને કોઇ ફાયદો થતો નથી અને વાત કર્મકાંડ અને ઉપરછલા ઉપચારોમાં પુરી થઇ જાય છે  તે બાબત ફાધર વાલેસએ ખુબ સરળ ભાષા અને દૃષ્‍ટાંતથી કહી છે તે માણવી ગમશે. આ વાત લેખકે ટુંકા દૃષ્‍ટાંતથી અને સરળ ભાષામાં ડોકટર અને દર્દીનું દૃષ્‍ટાંત આપી  વાત કહી છે.દૃષ્‍ટાંત ટુંકમા આ પ્રમાણે છે.

એક ડોકટરને ત્રણ દર્દી મળવા આવે છે. એક આધેડ પુરુષ ખરેખર બીમાર છે પણ તે સ્‍વીકારવા તૈયાર નથી અને સામાન્‍ય શક્તિની દવા માગે છે જેથી તે પોતાની પત્નિને બતાવી શકે.બીજી દર્દી સ્‍ત્રી છે.તેને ઓપરેશનની જરુર છે પણ દર્દ ગોળીઓથી મટાડવા માગણી કરે છે.ત્રીજો દર્દી એક યુવાનછે.તેનો પગ અકસ્‍માતમાં છુંદાઇ ગયો છે અને તે કાપી નાખવાની જરુર છે,અને તે તેના માટે તે તૈયાર થાય છે.આમ સીધી વાત થાય,સીધો ઉપાય સુચવાય અને સીધો સહકાર મળે તો સાજાતો બધા થઇ શકે તેમ છે પણ સાજા થવું હોયતો તેવું લેખક “સાજા થવું છે?”પ્રકરણમાં બતાવેલ છે.તેમાંથી નીચેનો અંશ સબ્‍દસ: લીધેલ છે.

“લોકો ભગવાનની પાસે જાય છે.આપણે સૌ જઇએ છીએ. પ્રાર્થનામાં અને અને ગરજમાં, સારા થવા માટે અને “સાજા થવા માટે” બધા ભગવાનની પાસે જઇએ છીએ.કંઇ દર્દ,કંઇ ધા, કંઇ પાપ.ધણી ફરીયાદો છે. સંસારના રોગો છે અને ભગવાનની પાસે એની દવા માગીએ છીએ. એનો ઉપાય માગીએ છીએ.આપણને સાજા થવું છે,સારા થવું છે,  પવિત્ર થવુ છે. હા થવું છે પણ થવું નથી.

ધણી વખત ભગવાનની પાસે જઇએ છીએ તે જઇ આવ્‍યા એ કહી શકીએ તેટલા માટેજ જઇએ છીએ.પ્રાર્થના થઇ,પુજા થઇ, યાત્રાએ ગયા દર્શને ગયા. બસ ગયા અને જવામાંજ આખી વાત પુરી થઇ જાય.પ્રમાણપત્ર મળ્યું.ધટતું થયું.બસ થયું.વિધિ થઇ,કર્મકાંડ  થયું.મુલાકાત થઇ. સહી થઇ. આટલો હેતુ હતોને એ પાર પડયો.પણ સાજા થયા નહિ.થવું જ નહતું

બીજી વખત ભગવાન પાસે જઇએ છીએ.  તે સો પ્રશ્ર્નો લઇને જઇએ છીએ.આ સુધારો અને આ વચન અને આ પ્રાય‍શ્ચિત અને આ વ્રત. સો વાતો છે. પણ ખરી વાત નથી.સેંકડો ઉપાય કરવા તૈયાર છીએ.પણ સાચો ઉપાય નહીં. દિલમાં એક વાત છે જે જીવનને બગાડી રહી છે. જે ભગવાન અને આપણી વચ્‍ચે આવે છે. જે આધ્‍યાત્મિક પ્રગતિને રૂંધાવે છે. એ વાતને જો કાઢીએતો એકદમ આગળ નીકળી જઇશું અને સાધના ફળશે અને ભગવાન મળશે એ આપણે ઉંડે ઉંડે જાણીએ છીએ.પણ ફક્ત ઉંડે ઉંડે જાણીએ છીએ. એવી વાત કરતા નથી. એ વાત, એ અંતરાય,એ વિધ્‍ન આપણું મુખ્‍ય દર્દ હોય છે અને એ સંતાડવા અને ભુલાવવા પુરો અને સફળ પ્રયત્‍ન કરીએ છીએ.એ વ્‍યસન,એ મોહ, એ ગુસ્‍સો,એ વેર,એ અન્‍યાય એ પૂર્વગ્રહ, એ અભિમાન,એ છેતરપીંડી, એ શોષણ – એ જાય તો બધું જાય.એ મટે તો આખો દેહ તંદુરસ્‍ત થાય.પણ એની વાત આપણે કરતા નથી.ભગવાનની આગળ પણ કરતા નથી. એની દવા આપણે માગતા નથી.કારણકે એ મટાડવા પણ માગતા નથી અને બીજી દવાઓ તો નકામી નીવડે છે ને મુળ દર્દ હતું તેવુંને તેવું રહે છે – પ્રાર્થના અને પૂજા અને પ્રતિજ્ઞા અને સાધના છતાં એનું એજ રહે છે”.

“ત્રણ દર્દીઓ. અનેક અરજીઓ.અસંખ્‍ય પ્રાર્થનાઓ અને દવા છે અને દયા છે અને જવાબ છે.બધું છે. પણ એને માટે એક શરત છે.સાચી ઇચ્‍છા,નિર્ણય,સંકલ્‍પ.પુરા દિલથી અને સાચા મનથી ને નિર્મળ વૃતીથી.સાજાતો બધા થઇ શકીએ.પણ ખરેખર સાજા થવું છે? “

મન સરોવર

Just another WordPress.com weblog

વિવિધા

Just another WordPress.com site

GujConnect

Website for Employees of Government of Gujarat

EVidyalay

Just another WordPress.com site

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ

જીવનની દરેક ક્ષણને માણો

Dr.Hansal Bhachech's Blog

Psychiatrist and Author

हृदयानुभूति

कविता लिखी नहीं जाती स्वतः लिख जाती है...