જીવન પ્રમાણ
કેન્દ્ર/રાજ્ય સરકાર તેમજ અન્ય પેન્શનરોની સુવિધા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ વેબસાઈટ તૈયાર થયેલ છે. સમગ્ર ભારતમાં કેન્દ્ર,રાજ્ય,બોર્ડ-નિગમ સહીત અંદાજે એક કરોડ જેટલા પેન્શનરોની હયાતીની ખાત્રી બાયોમેટ્રીક ધોરણે કરી શકાય તેવી જોગવાઈ થયેલી છે. આ એક વધારાની સગવડ છે, જેથી તે નિવૃત્તિ પછી ભારતમાં ગમે ત્યાં રહેતા હોય તો પણ તેની હોમ બેંકમાં હાજર થયા વગર નક્કી થયેલા જીવન પ્રમાણ સેન્ટરમાં તેનું રજીષ્ટ્રેશન કરાવી પ્રમાણ આઈડી બેન્કને શેર કરી શકાય છે. નજીકના જીવન પ્રમાણ સેન્ટરની માહિતી આ વેબસાઈટ પરથી મળે છે. આ માટે બેંક પાસબુક,પી.પી.ઓ.બુક,આધાર કાર્ડ અને મોબાઈલની જરૂર રહે છે. રજીષ્ટ્રેશન માટે નજીવી ફી ચૂકવવી પડે છે. રજીષ્ટ્રેશન બાદ પ્રમાન આઈડી દ્વારા જીવન પ્રમાણ સર્ટીફીકેટ જોઈ શકાય છે. આ વેબસાઈટની લીંક નીચે આપી છે.
ઘર પુસ્તકાલય
નીચે આપેલ વેબ લીંકને ક્લિક કરતા પીડીએફ ફાઈલ ડાઉન લોડ કરવા માટેની અનેક લીંક ખુલી જશે અને તે પ્રત્યેક લીંકમાં ગુજરાત, ગુજરાતી સાહિત્ય,ગુજરાતી વ્યાકરણ, ઈંગ્લીશ ગ્રામર, ભારત, વિશ્વ, ભારતીય બંધારણ, કોમ્પ્યુટર પરિચય, સીસીસી, વિજ્ઞાન, અંક ગણિત,ધર્મ, ખેલજગત,TAT,TET,HTAT, ઈતિહાસ,ભૂગોળ, જાહેર વહીવટ,અન્ય GK તેમજ પાઠ્ય પુસ્તકો પીડીએફમાં ડાઉનલોડ કરવા માટે એક લાયબ્રેરી જેટલુ મટીરીયલ્સ રહેલ છે.જે શાળા તથા સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થાય તેમ છે.
https://googleweblight.com/i?u=http://www.dkdave.in/PDF-Materials/&hl=en-IN
૭મુ કેન્દ્રિય પગાર પંચ
૭મા કેન્દ્રિય પગાર પંચના અહેવાલનો અહેવાલ જાહેર થયો અને તેનો કેન્દ્રિય કેબિનેટે સ્વીકાર કર્યો છે.ગુજરાત સરકાર પણ મહદ અંશે આજ અહેવાલને અનુસરશે એટલે આ સબંધી વેબસાઈટ જોઈ તે પૈકી GOVTEMPDIARY માં પગાર,પેન્સન તેમજ તેના એરીયર્સ ગણવા સબંધી સરળ કેલ્ક્યુલેટર આપવામાં આવ્યા છે.તેમજ ઘણી બધી કેન્દ્ર/રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ઉપયોગી માહિતી છે.આ ઉપરાંત પણ કેટલીક લીંક નીચે પ્રમાણે છે. આ બધી વેબસાઈટ ઉપર અગાઉના પંચના સુચવેલા પગાર ધોરણોની વિગત અને સરખામણીના ટેબલ મળી આવે છે.
http://www.govtempdiary.com/
http://www.staffnews.in/
http://www.gservants.com/
http://www.gconnect.in/
ડીજીટલ લાઈબ્રેરી ઓફ ઇન્ડિયા
ગુજરાતીમાં ડીજીટલ સ્વરૂપે વાચવા માટે પુસ્તકોની વેબસાઈટ તપાસતા ઘણી બધી મળી આવે છે પણ તેમાં માર્યાદિત સંગ્રહ છે. પણ ઉપરોક્ત વેબસાઈટ પર પુસ્તકોનો વિશાળ ભંડાર ડીજીટલ સ્વરૂપે સંગ્રહાયેલો પડ્યો છે, જે વિના મુલ્યે પી.ડી.એફ.માં સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. શિક્ષા અને અભ્યાસના હેતુસર ભારત સરકારનો આ પ્રોજેક્ટ ૨૦૦૦ની સાલથી કાર્યરત છે. પ્રથમ ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કચેરી દ્વારા અને બાદમાં સંચાર અને માહિતી મંત્રાલય દ્વારા તેનું સંચાલન થયેલ છે. ભારતભરની વિવિધ લાઈબ્રેરીમાંથી અને ૪૫ થી વધુ સ્કેનીગ સેન્ટરો દ્વારા આ અલભ્ય સંગ્રહ વેબસાઈટ પર એકત્ર થયેલ છે. જેમાં ૫૫ ભાષા, ૫.૫૦ લાખ પુસ્તકોનો ૯૧ કરોડ પાનામાં ડીજીટલ સ્વરૂપે સંગ્રહ થયેલો છે. એકલા ગુજરાતી ભાષામાં ૩૯ હજાર જેટલા પુસ્તકો છે.પુસ્તકોના નામ,લેખકના નામ,ભાષા,પ્રકાશનની તારીખ,કી વર્ડ્ઝ વિગેરે રીતે પુસ્તકો શોધી શકાય છે. યુઝર ફિડબેકમાં પ્રશ્નકર્તાની વિગત અને તેના જવાબો પણ અપાયેલા છે. PDFમાં વિનામુલ્યે ડાઉનલોડ કરવાનું સરળ છે. ડાઉનલોડ કરતા પહેલા પુસ્તકના પબ્લીશરની,પ્રસીધ્ધિની તારીખ, તે ક્યાંથી મેળવેલ છે,પાનાની સંખ્યા જેવી ઘણી બધી વિગતો જાણી શકાય છે. વેબસાઈટની માહિતીથી અપડેટ રહેવા સાઈનઇન થવાની સગવડ છે.પણ ખબર નહિ મારાથી સાઈન ઇન થઇ શકાયું નથી. આવી અગત્યની વેબસાઈટની પુરતી પ્રસિધ્ધી થયેલ જણાતી નથી.વેબ લીંક આ મુજબ છે. http://www.new.dli.ernet.in/
આંધળુ શોપિંગ
જરૂરી નથી તેવી વસ્તુઓ ખરીદતા રહીએ તો ખરેખર જરૂરી છે તેવી વસ્તુઓ વગર ચલાવવું પડે છે.
phoolchhab newspaper > Navrash ni pal column > 22-10-2014 – sneha patel.
બસ ચાલતા રહેવું જરૂરી છે છતાં ઓ દોસ્ત,
રાખો જરાક ધ્યાન પણ વચ્ચે પડાવનું.
-અશોક જાની ‘આનંદ’
‘ડેડ, તમે જાણો છો આજકાલ આ ઓનલાઈન શોપિંગની મજા જ કંઈક અલગ થઈ ગઈ છે. સારી સારી બ્રાન્ડની અનેકો વસ્તુ લગભગ અડધી કિંમતે કાં તો એક પર એક ફ્રી જેવી સ્કીમમાં મળી જાય છે અને એ પણ ઘરે બેઠા ! આ વખતની તો દિવાળી સુધરી ગઈ.’
અને વીસ ઋતુઓની ફેરબદલ જોઇ ચૂકેલો સાદ પાછો પોતાના લેપટોપમાં સાઈટ્સ ચેક કરવામાં, સ્ક્રોલિંગમાં વ્યસ્ત થઈ ગયો,
પણ બેતાળાના નંબરના – કાળી હાફરીમના ફ્રેમવાળા ચશ્મા પહેરીને ગરમા ગરમ ચા પીતા પીતા છાપું વાંચવામાં તલ્લીન એવા એના ડેડ સૌરવની વ્યસ્તતા ખિન્ન ભિન્ન કરી ગઈ. સૌરવની નજરે પણ એ જ સમાચાર ચડેલા હતાં. આ વખતના ઓનલાઈનના બિઝનેસે ખરીદીના બધા રેકોર્ડ તોડી કાઢ્યાં હતાં. એમની સાઈટ ક્રેસ થઈ ગઈ એટલી અધધધ..કલીક્સ થઈ ચૂકી હતી. આટલી મોંઘવારીની બૂમો…
View original post 782 more words
(વેપાર વ્યક્તિત્વ): મહાસત્તાનું ‘મોદી’ફાઈડ માર્કેટિંગ એટલે…
પીટરના વિધાનને આપનો લેખ સાર્થક કરે છે.
ઇન્ટરનેટ પર વેપાર...ગુજરાતીમાં
.
એક મહાસત્તાની જમીન…’મેડિસન’ સ્ક્વેર પર મોટિવેશનલ સ્પિચ અને મેગા-મેદનીના સર્કલ દ્વારા પોતાના દેશ અને દેશવાસીઓનું માર્કેટિંગ કરી બતાવનાર મોદી નામના આ મહાનાયકે સાબિત કરી બતાવ્યું છે કે ભારત પણ એક (દબાવાયેલી) મહાસત્તા હતી અને હવે જનસત્તાની મદદથી પાછી મેદાનમાં લાવવામાં આવી રહી છે.
જેનો ‘સરકારી (અને સહકારી) શુક્ર’ જયારે પ્રબળ હોય ત્યારે ‘મંગળ’ પણ નડ્યા વિના સાથ આપતો રહે છે તેનું આ એક તાજું ઉદાહરણ છે. વિવિધ મીડિયા દ્વારા સાચું જ કહેવાયું છે કે ગઈકાલે એ જગ્યા ખુદ ‘મોદી’સન બની ગઈ હતી. અને કેમ ન બને?
જે દેશનું સોશિયલ મીડિયા આટલું બધું ક્રિયેટીવ હોય અને જેનો સામાજિક ક્ષેત્રે અક્સીર ઉપયોગ કરી શકાતો હોય ત્યારે ‘શેમલેસ’ પ્રમોશન કરવું પણ જરૂરી થાય છે. મોદી સાહેબે આ જ તક ઝડપી છે અને એક કાંકરે ઘણાં ફળો તોડી બતાવ્યા છે.
વર્ષો પહેલા ઈ.સ. ૧૮૯૩માં શિકાગો ખાતે અમેરિકનોને ઘેલું લગાડનાર એક યુવા નરેન્દ્ર જ હતો. અને આજે વર્ષો પછી આ યુવાદિલ નરેન્દ્રએ રિપીટેશન કર્યું…
View original post 212 more words
બેસ્ટ ગુજરાતી બ્લોગ સર્વેક્ષણ ૨૦૧૪
બેસ્ટ ગુજરાતી બ્લોગ સર્વેક્ષણ ૨૦૧૪ શરુ થઇ ગયેલ છે તેમાં ભાગ લેવા તેમજ આ એક સહિયારો પ્રયાસ હોય સર્વેક્ષણ બેનરની પોસ્ટ સાથે પ્રસિધ્ધી કરવા વિનંતી.
( આ પોસ્ટ http://funngyan.com/તા.૨૫-૯-૧૪ની પોસ્ટથી સૂચવ્યા મુજબ મૂકી છે.)
સર્વેક્ષણની શરતો:-
* સર્વેક્ષણના બેનરને ક્લિક કરી ભાગ લેવાનું ફોર્મ ભરી શકાય છે.
* બ્લોગ વાંચેલા અને ગમતા હોવા જોઈએ.
* કોઈ એક સમયે ૧૦ બ્લોગ સુચવી શકાય અને વધુ સૂચવવા હોયતો આજ ફોર્મ ફરી ભરી શકાય.
* છેલ્લી તારીખ સુધીમાં અલગ અલગ સમયે સુચવેલા બ્લોગ પણ ધ્યાને લેવાશે.
* એક બ્લોગને એકથી વધુ વખત સુચવાશે તો પણ એક મત ગણાશે.
* દર્શાવેલ ઈ મેલ આઈ.ડી.ચાલતું હોવું જોઈએ.
* સર્વેક્ષણની છેલ્લી તારીખ ૧૮-૧૦-૨૦૧૪ રાત્રે ૧૨ વાગ્યા સુધી છે.
* આ સર્વેક્ષણનું પરિણામ તા.૨૧-૧૦-૨૦૧૪ ધનતેરસના દિવસે પ્રસિદ્ધ થશે.
* સર્વેક્ષણની પ્રસિદ્ધિ માટે http://funngyan.com/ માં સર્વેક્ષણ બેનર બ્લોગ પર મુકવાની રીત દર્શાવી છે.
જાણવા જેવું: રામ રાજ્યનું વર્ણન
દેવર્ષિ નારદ રાજા સૃઞ્જંયને “રામ રાજ્ય” નું વર્ણન કરતા કહે છે:
नाधनो यस्य विषये नानर्थः कस्यचिद्भवेत्।
सर्वस्यासीत्पितृसमो रामो राज्यं यदन्वशात्।।
દશરથ નંદન શ્રી રામનાં રાજ્યમાં કોઈ સ્ત્રી વિધવા ન હતી , કોઈ અનાથ ન હતું , તે પ્રજાને પોતાના સંતાન ની સમાન રાખતા હતા.
कालवर्षी च पर्जन्यः सस्यानि समपादयत्।
नित्यं सुभिक्षमेवासीद्रामे राज्यं प्रशासति।।
ત્યારે મેઘ સમયપર વર્ષા કરતા હતા , સમયસર અન્ન પાકતું હતું , સર્વદા સુકાળ રહેતો હતો.
प्राणिनो नाप्सु मञ्जन्ति नानर्थे पावकोऽदहत्।
न व्यालतो भयं चासीद्रामे राज्यं प्रशासति।।
તે સમયે કોઈ જીવ પાણીમાં ડૂબીને મરતો ન હતો . કોઈને અગ્નિ થી કષ્ટ પહોચતું ન હતું . ક્યારે કોઈ રોગોનો ભય ન હતો .
आसन्वर्षसहस्रिण्यस्तथा वर्षसहस्रकाः।
अरोगाः सर्वसिद्धार्था रामे राज्यं प्रशासति।।
દરેક સ્ત્રી અને પુરુષનું આયુ સહસ્ત્ર વર્ષોનું હતું . અનેક પ્રકારની સિદ્ધિ સર્વદા હાજર રહેતી હતી .
नान्योन्येन विवादोऽभूत्स्त्रीणामपि कुतो नृणाम्।
धर्मनित्याः प्रजाश्चासन्रामे राज्यं प्रशासति।।
કોઈ પણ જાતનો વિવાદ સ્ત્રીઓ વચ્ચે થતો ન હતો , પછી પુરુષોની વાત જ ક્યાં ? મૂર્તિમાન ધર્મ પ્રજા…
View original post 57 more words
ક્વોટેશન
જયારે લાંબુ વાંચવું ના હોય, ધાર્મિક વાંચનમાં મન લાગતું નાના હોય ત્યારે મહાન માણસોના ક્વોટેશન વાંચવાથી મન હળવું થાય છે. ગમે ત્યાંથી શરુ કરી ઈચ્છો ત્યાં પૂરું કરી કરી શકાય છે. અનુભવના નિચોડ સ્વરૂપ હોય છે તેથી વતે ઓછે અંશે દરેકને લાગુ પડતું હોય છે. તેથી વાચતા જે ગમ્યા તે મુક્યા છે.
लोकतंत्र तब होगा जब गरीब ना कि धनाड्य शाशक हों……Aristotle
शिक्षा बुढ़ापे के लिए सबसे अच्छा प्रावधान है…… Aristotle
अच्छा व्यवहार सभी गुणों का सार है…….Aristotle
जिस व्यक्ति ने कभी गलती नहीं कि उसने कभी कुछ नया करने की कोशिश नहीं की…….Albert Einstein
जो छोटी-छोटी बातों में सच को गंभीरता से नहीं लेता है , उस पर बड़े मसलों में भी भरोसा नहीं किया जा सकता……..Albert Einstein
इश्वर के सामने हम सभी एक बराबर ही बुद्धिमान हैं-और एक बराबर ही मूर्ख भी…… Albert Einstein
दो चीजें अनंत हैं: ब्रह्माण्ड और मनुष्य कि मूर्खता; और मैं ब्रह्माण्ड के बारे में दृढ़ता से नहीं कह सकता……Albert Einstein
मैं किसी समुदाय की प्रगति महिलाओं ने जो प्रगति हांसिल की है उससे मापता हूँ ……..B. R. Ambedkar
क़ानून और व्यवस्था राजनीतिक शरीर की दवा है और जब राजनीतिक शरीर बीमार पड़े तो दवा ज़रूर दी जानी चाहिए …….B. R. Ambedka
हम भारतीय हैं , पहले और अंत में ……B. R. Ambedka
आपके सबसे असंतुष्ट कस्टमर आपके सीखने का सबसे बड़ा श्रोत हैं ……Bill Gates
सफलता की ख़ुशी मानना अच्छा है पर उससे ज़रूरी है अपनी असफलता से सीख लेना ……Bill Gates
अज्ञानी होना उतनी शर्म की बात नहीं है जितना कि सीखने की इच्छा ना रखना……..Benjamin Franklin
तैयारी करने में फेल होने का अर्थ है फेल होने के लिए तैयारी करना…….Benjamin Franklin
संतोष गरीबों को अमीर बनाता है, असंतोष अमीरों को गरीब……. Benjamin Franklin
लेनदारों की यादाश्त देनदारों से अछि होती है……Benjamin Franklin
कुछ ऐसा लिखें जो पढने लायक हो या कुछ ऐसा करें जो लिखने लायक हो…….Benjamin Franklin
जो व्यक्ति भी विकास के लिए खड़ा है उसे हर एक रूढ़िवादी चीज की आलोचना करनी होगी , उसमे अविश्वास करना होगा तथा उसे चुनौती देनी होगी…..Bhagat Singh
क़ानून की पवित्रता तभी तक बनी रह सकती है जब तक की वो लोगों की इच्छा की अभिव्यक्ति करे…..Bhagat Singh
अगर सांप जेह्रीला ना भी हो तो उसे खुद को जहरीला दिखाना चाहिए….. Chanakya
शिक्षा सबसे अच्छी मित्र है.एक शिक्षित व्यक्ति हर जगह सम्मान पता है. शिक्षा सौंदर्य और यौवन को परास्त कर देती है…… Chanakya
हम सोचते बहुत हैं और महसूस बहुत कम करते हैं …..Charlie Chaplin
ज़िन्दगी करीब से देखने में एक त्रासदी है , लेकिन दूर से देखने पर एक कॉमेडी ……Charlie Chaplin
मुझे लगता है कि सही समय पर गलत काम करना जीवन की विडंबनाओं में से एक है……Charlie Chaplin
मैं सुनता हूँ और भूल जाता हूँ , मैं देखता हूँ और याद रखता हूँ, मैं करता हूँ और समझ जाता हूँ….Confucius
हम तीन तरीकों से ज्ञान अर्जित कर सकते हैं. पहला, चिंतन करके, जो कि सबसे सही तरीका है. दूसरा , अनुकरण करके,जो कि सबसे आसान है, और तीसरा अनुभव से ,जो कि सबसे कष्टकारी है.. Confucius
उस काम का चयन कीजिये जिसे आप पसंद करते हों, फिर आप पूरी ज़िन्दगी एक दिन भी काम नहीं करंगे.
सभी प्रमुख धार्मिक परम्पराएं मूल रूप से एक ही संदेश देती हैं – प्रेम , दया,और क्षमा , महत्वपूर्ण बात यह है कि ये हमारे दैनिक जीवन का हिस्सा होनी चाहियें…..Dalai Lama
यदि आपकी कोई विशेष निष्ठा या धर्म है, तो अच्छा है. लेकिन आप उसके बिना भी जी सकते हैं….. Dalai Lama
पहले कठिन काम पूरे कीजिये. आसान काम खुद–बखुद पूरे हो जायेंगे…..Dale Carnegie
उनसे मत डरिये जो बहस करते हैं बल्कि उनसे दरिये जो छल करते हैं…..Dale Carnegi
प्रसन्नता बाहरी परिस्थितियों पर निर्भर नहीं करती, वो हमारे मानसिक दृष्टिकोण से संचालित होती है…..Dale Carnegie
लोग शायद ही कभी सफल होते हैं जब तककि जो वो कर रहे हैं उसमें आनंद ना लें……Dale Carnegie
दर्शकों से बताइए की आप क्या कहने जा रहे हैं, उसे कहिये,और फिर उन्हें बताइए की आपने क्या कहा…..Dale Carnegie
अगर तुम्हे नीद नहीं आ रही , तो उठो और कुछ करो , बजाये लेटे रहने और चिंता करने के. नीद की कमी नहीं, चिंता तुम्हे नुकसान पहुंचाती है….Dale Carnegie
किसी बहस का सबसे अधिक लाभ उठाने का एक ही तरीका है कि उसे टाल दें……Dale Carnegie
जब भाग्य आपको नींबू दे तो उसका शरबत बना लीजिये……Dale Carnegie
हम अपने शाशकों को नहीं बदल सकते पर जिस तरह वो हम पे शाशन करते हैं उसे बदल सकते हैं ….. Dheerubhai Ambani
कठिन समय में भी अपने लक्ष्य को मत छोड़िये और विपत्ति को अवसर में बदलिए …..Dheerubhai Ambani
समय सीमा पर काम ख़तम कर लेना काफी नहीं है ,मैं समय सीमा से पहले काम ख़तम होने की अपेक्षा करता हूँ… Dheerubhai A
गलतियाँ करते हुए बीताया गया जीवन बिना कुछ किये बीताये गए जीवन की तुलना में न सिर्फ अधिक सम्मानजनक है बल्कि अधिक उपयोगी भी है ……George Bernard Shaw
जानवर मेरे दोस्त हैं …और मैं अपने दोस्तों को नहीं खाता …..George Bernard Shaw
जो लोग कहते हैं कि इसे नहीं किया जा सकता उन्हें उन लोगों को नहीं टोकना चाहिए जो कर रहे हैं ……George Bernard Shaw
दुनिया के साथ सबसे बड़ी समस्या ये है कि मूर्ख और कट्टरपंथी खुद को लेकर बिल्कुल दृढ होते हैं , और बुद्धिमान लोग संदेह से भरे होते हैं …..George Bernard Shaw
आशावादी और निराशावादी दोनों ही समाज के लिए योगदान करते हैं। आशावादी हवाईजाहज का आविष्कार करता है , निराशावादी पैराशूट का …George Bernard Shaw
झूठे ज्ञान से खबरदार रहिये ये अज्ञान से भी ज्यादा खतरनाक है …..George Bernard Shaw
एक खुशहाल परिवार कुछ नहीं बस स्वर्ग से पहले का स्वर्ग है …..George Bernard Shaw
एक सज्जन व्यक्ति वह है जो दुनिए से जितना लेता है उससे अधिक देता है ……George Bernard Shaw
एक आदमी या औरत के पालन -पोषण का परीक्षण है की वे झगड़ा होने पर कैसे व्यवहार करते हैं .
यदि सभी अर्थशास्त्रियों को एक साथ बैठा दिया जाये , तो वे कभी निष्कर्ष तक नहीं पहुँच पायेंगे .
कहने के लिए ढेर सारी चतुराई भरी बातें जान लीजिये , और आप प्रधानमन्त्री बन जायेंगे ; उन्हें लिख डालिए और आप शेक्सपीयर बन जायेंगे …..George Bernard Shaw
इंग्लैंड और अमेरिका एक ही भाषा द्वारा विभाजित दो देश हैं ……George Bernard Sha
एक आदमी आपको तब तक कुछ नहीं बताता जब तक आप उसकी बात का खंडन न करें .
जब कोई आदमी कहता है कि पैसा कुछ भी कर सकता है , तो साफ़ हो जाता है : उसके पास बिलकुल नहीं है .
George Bernard Shaw
बिना प्रभु और बाइबिल के देश पर सही ढंग से शासन करना असंभव है…..George Washington
यदि बोलने की स्वतंत्रता छीन ली जाये तो शायद गूंगे और मौन हम उसी तरह संचालित होंगे जैसे भेड़ को बलि के लिए ले जाया जा रहा हो .
प्रसन्नता और नैतिक कर्तव्य एक दूसरे से पूरी तरह से जुड़े हुए हैं…..George Washington
बुरी संगत में रहने से अच्छा अकेले रहना है ……. George Washington
बेकार का बहाना बनाने से अच्छा है कोई बहाना ना बनाना ……George Washington
युद्ध के लिए तैयार रहना शांति बनाये रखने के सबसे प्रभावी साधनों में से एक है .
न्याय का प्रबंध सरकार का सबसे मजबूत स्तम्भ है ….George Washington
ખોટા માર્ગે છીએ તેવી ખબર પડ્યે યુ ટર્ન લઇ લેવો.
સારી જિંદગીનું કોઈ સમીકરણ નથી. પણ વિવિધ રસ્તાઓના સરવાળાથી પામી શકાય.
જીભ લપશે તેના કરતાં પગ લપશે તો ઓછી હાની થાય.
कोई उसे तर्क द्वारा नहीं समझ सकता, भले वो युगों तक तर्क करता रहे……Shree Guru Nanak Dev
“Live as if you were to die tomorrow. Learn as if you were to live forever.”….. Mahatma Gandhi
सफलता का रहस्य है साधारण चीजों को असाधारण तरीके से करना ….John D. Rockefeller
नौकरशाह के लिए दुनिया महज एक हेर-फेर करने की वस्तु है …..Karl Mar
अगर आप चाहते हैं कि कोई चीज अच्छे से हो तो उसे खुद कीजिये….Napoleon Bonaparte
राजनीति में मूर्खता एक बाधा नहीं है……. Napoleon Bonaparte
कभी भी जब आपका शत्रु कोई गलती कर रहा हो तो उसके काम में बाधा मत डालिए.Napoleon Bonaparte
हालांकि, जीवन का रहस्य सात बार गिरना और आठ बार उठाना है .Paulo Coelho
एक अच्छा निर्णय ज्ञान पर आधारित होता है नंबरों पर नहीं.
जैसा कि बिल्डर कहते हैं; बड़े पत्थर बिना छोटे पत्थरों के सही से नहीं लग सकते हैं.
नर्क खाली है और सभी शैतानों यहाँ हैं…….William Shakespeare
मुझे लगता है कि तैयारी और अवसार का मिलन ही भाग्य है.Oprah Winfrey
जब प्यार और नफरत दोनों ही ना हो तो हर चीज साफ़ और स्पष्ट हो जाती है……Osho
ગાંડા તો બધા જ હોય છે પણ પોતાના ગાંડપણ નું વિશ્લેષણ કરી શકે તેને ફીલોશોફર કહી શકાય…. સ્વેટ માર્ડન
જો તમારી ફરજને સલામ કરશો,તો બીજા કોઈને સલામ કરવાની જરૂર નહિ પડે,પણ ફરજ ચૂકશો તો બધને સલામ કરવી પડશે…ડો.અબ્દુલકલામ
SMS/રમૂજી ટુચકા
આ રમુજી ટુચકા, “SMS” સંપાદક : શરીફા વીજળીવાળા પ્રકાશક નવભારત સાહિત્ય મંદિર મુંબઈમાંથી સાભાર લીધેલા છે.
બે સરદારજી મોબાઈલથી કંટાળ્યા, એમણે સંદેશા માટે કબુતરો વાપરવાનું નક્કી કર્યું. એક દિવસ કબુતર કોઈ પણ જાતના સંદેશા વગર ખાલી ચાંચે આવ્યું. પેલો સરદાર ગુસ્સે થઇ ગયો. તેણે તરત બીજા સરદારને ફોન કરી પૂછ્યું : “ અલ્યા આવુ કેમ ?” બીજો સરદાર કહે :”ઓયે મુરખ,એટલુંય ના સમજ્યો, એ મિસકોલ હતો !”
******
દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે, તો દરેક અસફળ પુરુષ પાછળ કોણ હોય છે ? જવાબ : ઘણી બધી સ્ત્રીઓ…..
******
બાપુ અને છગન પાના રમતા હતા.છગને રાડ્ય નાખી : હું જીતી ગયો ,બાપુ હું જીતી ગયો… બાપુ : કેમનો જીત્યો તું ?” છગન : જોઈ લ્યો આ ત્રણ એક્કા…. બાપુ : તે તુંયે જોઈ લે, આ દૂડી , તીડી, બાદશાહ અને આ ભરેલી બંદુક… છગન : બાપુ હું તો બે ઘડી ગમ્મત કરતો’તો ઈ તો તમેજ જીત્યાને….
******
એકવાર સંતાસિંહે એક અંગ્રેજને લંચ માટે બોલાવ્યો. ટેબલ પર દહીં હતું. અંગ્રેજે પૂછ્યું : “આ શું છે ?” હવે સંતાને દહીંને અંગ્રેજીમાં શું કહેવાય એ નહોતી ખબર. એણે કહ્યું: Milk sleeping in night, morning become tight.
******
એક માણસે સરદારજીને પૂછ્યું : સરદારજી તમારો જન્મ ક્યાં ? સરદાર : પંજાબ. માણસ : કયો પાર્ટ ? સરદાર : ઓયે પાર્ટવાર્ટ ક્યા લગા રખી હે? Whole body is born in Panjab.
*****
સંતા : હું કાલે આખી રાત ટ્રેનમાં સુઈ ના શક્યો. બંટા : કેમ ? સંતા : ઉપલી સીટ મળેલી ને એટલે. બંટા : પણ કોઈને વિનંતી કરીને બદલી લેવી હતીને ? સંતા : એ જ તો કઠણાઈ હતીને… કોની સાથે બદલું ? નીચેની સીટ પર કોઈ હોયતો બદલું ને ?
*****
“પતિ જોઈએ છે” એવી જાહેરાતના જવાબમાં એક હજાર સ્ત્રીએ લખ્યું : અમારો લઇ જાઓ.
*****
બાપુ એક ચોપડી વાંચતા વાંચતા રડવા માંડ્યા …. બાએ પૂછ્યું રડો છો કાં ? બાપુ : આ બુકનો અંત બહુ કરુણ છે. બા : કઈ બુક છે ? બાપુ : પાસબુક.
*****
પત્ની : હું પિયર જાઉં છું ને પછી તને છુટા છેડાની નોટીશ મોકલી આપું છું. પતિ : જા જા હવે, આવી મીઠી મીઠી વાતો કરીને હમેશની જેમ ખુશ કરવાની કોશિષ ના કર. હવે હું તારી વાતમાં નથી આવવવાનો.
*****
સંતા એક ફિલ્મ ડાઇરેકટ કરી રહ્યો હતો.એણે ફિલ્મના હીરોને કહ્યું : સર તમારે સો ફૂટ ઊંચેથી સ્વીમીંગ પુલમાં કુદકો મારવાનો છે. હીરો : અરે યાર પર મુજે .તૈરના નહિ આતા… સંતાસિંહ : કોઈ બાત નહિ સરજી … અરે કાલુ ….પુલસે પાની ખાલી કરવા દો…અબ તો ઠીક હે પાજી..
*****
પોતે ખોટી હોય અને સરન્ડર થાય એ વ્યક્તિને પ્રમાણિક કહેવાય, જેને પોતાની વાત બાબતે ખાતરી ના હોય અને સરન્ડર થાય એને ડાહી કહેવાય પણ જે વ્યક્તિ સાચી હોય અને છતાં સરન્ડર થઇ જાય એને પતિ કહેવાય.
*****
બિહારના રેલ્વે સ્ટેશન પર નવું સાઈન બોર્ડ : આના ફ્રી, જાના ફ્રી, પકડે ગયે તો ખાના ફ્રી.
*****
હવે ૫૦ રૂ.નાં રીચાર્જ પર ૫૦૦૦ રૂ.નો ટોક ટાઈમ, ૧૦૦ વર્ષની ગેરંટી, ૦.૦૧ પૈસામાં એક મીનીટની વાતચીત ….આ બધા માટે સંપર્ક કરો www. જા અપના ટાવર ખુદ લગાલે.com
(નવચેતન, નવનીત સમર્પણ, પુસ્તકાલય સામયિકોમાંથી સાભાર)
કોરિયામાં લડાઈ ચાલતી હતી ત્યારે એક અમેરિકન જનરલ દક્ષિણ કોરિયાના દળો આગળ ભાષણ કરવા આવ્યો હતો. એ અમેરિકન ઇંગ્લીશમાં બોલતો હતો અને એનો કોરિયન દુભાષિયો એનું ભાષાંતર કરતો. બનતું એવું કે જનરલ જે લાંબી લાંબી જોક્સ કહેતો એનું આઠ-દસ શબ્દોમાં જ પેલો ભાષાંતર કરી નાખતો અને સામે બેઠેલા કોરિયન સૈનિકો ખડખડાટ હાસ્ય કરતા.
પ્રવચન પૂરું થતાં જનરલે દુભાષિયાને પૂછ્યું કે, ‘ભાઈ, તમારી ભાષા એવી તે કેવી લાઘવવાળી છે કે મારી ત્રણ ચાર મિનિટની જોકનું તું આઠ-દસ શબ્દોમાં જ ભાષાંતર કરી નાખે છે ?’
દુભાષિયો કહે, ‘સાહેબ ! આ તો મિલિટરી કહેવાય. અહીં ભાષાંતર કરે છે જ કોણ ? હું તો દરેક વખતે એમને એમ કહેતો કે ગધેડાઓ, જનરલ સાહેબે જોક કીધી છે. ચાલો, હસો જોઉં !’
* * *
‘પ્રિયે ! હું જ્યારે ઘરડો અને અશક્ત થઈ ગયો હોઈશ ત્યારે પણ મને પ્રેમ કરીશ ?’
‘હા, કરું જ છુંને !’
* * *
ન્યાયાધીશ : (ગુનેગારને) મને લાગે છે કે મેં તમને ક્યાંક જોયા છે… ને વારેવારે જોયા છે… પણ ક્યાં ?
ગુનેગાર : સાહેબ હું તો કોઠા પર તબલાં વગાડું છું.
કોર્ટમાં ટાંકણી પડે તોય સંભળાય એવી શાંતિ…
* * *
એક અંધારી રાત હતી.
એક ચોર ઘરમાં સફળતાપૂર્વક ચોરી કરીને અને માલ બગલમાં દબાવીને ઝડપથી રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો.
એક પોલીસવાળાની એના ઉપર નજર પડી. એટલે પોલીસવાળાએ એને અવાજ આપ્યો- ‘અલ્યા કોણ છે ?’
‘ચોર છું, સાહેબ.’ એટલું કહી એ ચોર લાંબા ડગ ભરતો પસાર થઈ ગયો અને પોલીસ એ જવાબ સાંભળીને બબડ્યો- ‘માળો, અજબ મશ્કરો આદમી છે. પોલીસની મશ્કરી કરતા પણ લાજતો નથી !’
* * *
એક બેન બસમાં સંતરાં ખાઈ રહ્યાં હતાં. સંતરાં ખાઈને છાલ સીટની નીચે ફેંકી રહ્યાં હતાં.
આ જોઈ કંડક્ટરે કહ્યું : બેન, સંતરાની છાલ બસમાં ના ફેંકો, બહાર ફેંકો.
બેન : બસની અંદર ફેંકવાની તું ના પાડે છે અને બહાર ફેંકવાની સરકાર ના પાડે છે. હવે મને એમ કહી દો, અમારે સંતરાં ખાવાં કે નહિ.
* * *
દર્દી : સાહેબ, આખો દિવસ સુસ્તી જેવું લાગ્યા કરે છે, ઊંઘ જ આવ્યા કરે છે.
દાક્તર : લ્યો આ સ્માર્ટફોન, ૩જી કનેક્શન લઈ, વોટ્સએપ નખાવી લેજો બધું બરાબર થઈ જશે.
* * *
નંબરવાળા ચશ્મા ઉતારવાનો ઘરેલુ ઉપાય, ૧૦૦% સક્સેસની ગેરંટી સાથે. વર્ષોથી આ પ્રયોગ કરીને ઘણા લોકોએ નંબરવાળા ચશ્મા ઉતાર્યા છે.
સૌથી પહેલાં ડાબા હાથેથી ચશ્માની ડાબી દાંડી પકડો અને જમણા હાથથી જમણી દાંડી !…
હવે ધીમેથી ચશ્મા આગળ તરફ ખેંચો, ચશ્મા ઉતરી જશે.
હવે થેન્ક્યૂ ના કહેતા હોં…
* * *
પતિ : જ્યારે તારી પાસે મોબાઇલ છે તો તે મને લેટર કેમ મોકલ્યો ?
પત્ની : અરે એમ જ.
પતિ : અરે બોલ તો ખરી.
પત્ની : જી, મેં તો તમને પહેલાં ફોન જ કર્યો હતો પરંતુ ફોન પર કોઈ બોલ્યું ‘પ્લીઝ, ટ્રાઈ લેટર’ એટલે પછી મેં લેટર લખ્યો.
* * *
સંતા એન્જિનિયર હતો. તેના ઘરમાં ઘણા બધા મચ્છર થઈ ગયા. પરેશાન થઈ તેણે મચ્છરદાની લગાવવાનું શરૂ કર્યું. પરંતુ મચ્છરદાનીમાં કાણું થઈ ગયું.
આ કાણામાંથી મચ્છર અંદર ઘૂસી જતા અને કરડતા હતા જેથી તેની તકલીફ હળવી ન થઈ. તેને સિલાઈ તો આવડતી ન હતી કે મચ્છરદાનીના કાણાને સીવી લે.
આખરે તેણે મગજ દોડાવ્યું અને મચ્છરદાનીમાં સામેની સાઇડ બીજું કાણું પાડી દીધું. બન્ને કાણાં વચ્ચે એક પાઇપ લગાવી દીધો. હવે મચ્છરો એક કાણામાં ઘૂસે છે. પરંતુ પાઇપ વાટે સીધા બીજા કાણામાંથી નીકળી જાય છે. બોલો એન્જિનિયર્સના દિમાગની જય…
* * *
‘ગાય, ભેંસ, હાથી પાસેથી શું શીખવા મળે ?”
‘એક જ વાત કે લીલું ઘાસ કે સલાડ ખાવ ને ચાલ્યા કરો તોય વજન ન ઊતરે તે ન જ ઊતરે…’
* * *
વસતી ગણતરી અધિકારી : તમારી ઉંમર ?
સ્ત્રી : હું જ્યારે પરણી ત્યારે ૨૦ વર્ષની હતી અને મારા પતિ ૨૮ વર્ષના. અત્યારે તેઓ ૫૬ વર્ષના થયા. તો મારાં ૪૦ વર્ષ થયાં ગણાય ને !
* * *
ફોનનું બિલ ખૂબ જ વધારે આવ્યું. ઘરના સભ્યોની મિટિંગ બોલાવી.
ડેડ : મારા માનવામાં નથી આવતું, હું ઘરનો ફોન વાપરતો જ નથી.
મોમ : હું પણ, મારી કંપનીનો ફોન જ વાપરું છું.
છોકરો : હું મારી કંપનીનો મોબાઇલ વાપરું છું, ઘરનો ફોન અડકતો પણ નથી.
બધા ઝટકો ખાઈને કામવાળી તરફ જોવા લાગ્યા જે શાંતિથી બધું સાંભળી રહી હતી.
કામવાળી : આપણે બધા પોતાની નોકરીની જગ્યાનો ફોન વાપરીએ છીએ તો હું પણ જ્યાં નોકરીએ જવું છું – એટલે કે અહીંનો ફોન વાપરું છું. એમાં શું મોટી વાત છે.
* * *
‘જમાઈરાજ તમારી કાચી ઉંમરેય તમને લોકોમાં માન-સન્માન સારાં મળે છે !’
જમાઈ : ‘શહીદોનું હંમેશાં બધે સન્માન જ થાય છે !’
* * *
ગોલુએ મિત્ર ચિંટુને કહ્યું : ‘કૉલેજ જાય છે તો મારું રિઝલ્ટ જોઈને આવજે અને જણાવજે.
ઘરે મારાં મમ્મી-પપ્પા સાથે જ હશે એટલે એક વિષયમાં ફેઇલ હોઉં તો જયશ્રી રામ અને બે વિષયમાં ફેઇલ હોઉં તો જયશ્રી કૃષ્ણ, જયશ્રી કૃષ્ણ કહેજે.
ત્રણ વિષયમાં ફેઇલ હોઉં તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશની જય કહેજે.’
ચિટુ કૉલેજથી રિઝલ્ટ જોઈને ઘરે આવ્યો અને બોલ્યો : બોલો સાંચે દરબાર કી જય.
* * *
આજકાલ માતાપિતાને બે જ ચિંતા સતાવે છે.
એક : ઇન્ટરનેટ પર દીકરો શું ડાઉનલોડ કરે છે ? અને
બીજી ચિંતા : કે દીકરી શું અપલોડ કરે છે ?
* * *
દિલ્હીમાં કાર્યકર્તાઓએ બેન્ડવાજાંવાળાઓની ધોલાઈ કરી નાખી.
કેમ ?
વડાપ્રધાન ઊતર્યા વિમાનમાંથી ને બેન્ડવાજાંવાળાઓએ વગાડ્યું ‘તુમ તો ઠહેરે પરદેશી સાથ ક્યા નિભાઓગે’ પછી માર જ ખાય ને?
* * *
એક દિવસ ભાવાવેશમાં આવીને મનીષે પોતાની પ્રિયતમાને કહ્યું : ‘પ્રિયા, એ સાચું છે કે હું નીરવ જેટલો પૈસાદાર નથી, એના જેટલો રૂપાળો કે તંદુરસ્ત નથી. હું કબૂલ કરું છું કે મારી પાસે એના મહેલ જેવા બંગલાઓ પણ નથી. ભલે, નોકર-ચાકર પણ નથી તોપણ ઓ પ્રિયા, તને હું ખૂબ ખૂબ ખૂબ જ ચાહું છું.’
પ્રિયા : મનીષ હું તને પણ ખૂબ જ ચાહું છું, પણ… મને પ્લીઝ નીરવ વિષે વધુ માહિતી આપને ! એનું ઠામ-ઠેકાણું, મોબાઇલ નંબર…
* * *
સ્ત્રી : એક જાહેર કાર્યક્રમમાં નેતાએ પોતાના ભાષણમાં સ્ત્રીઓને ‘અબલા’ કહીને તેનું અપમાન કર્યું છે !
પુરુષ : તો શું તમને ‘બલા’ કહીને બોલાવે ?
* * *
રમેશે બૂમ પાડી : પપ્પા હું પાર્ટીમાં જાઉં છું, મોડો આવીશ.
પપ્પા : મને ન પૂછ, તારી મમ્મીને પૂછ.
મમ્મી : ના ના, તારા પપ્પાને પૂછ.
રમેશ : સાલું આ તે ઘર છે કે કોઈ ભારતીય બેન્કની બ્રાંચ છે ?
* * *
પોલીસખાતાએ છાપામાં જાહેર-ખબર આપી છે…
“ડ્રાઇવિંગ કરતી વખતે સૌંદર્ય-દર્શન ન કરો… નહિ તો દેવદર્શન થઈ જશે.”
* * *
આ પ્રેમલગ્ન અને ગોઠવાયેલાં લગ્ન વચ્ચે સાદો ફરક સમજાવશો ?
હા, સાવ સાદો ફરક : ગોઠવાયેલાં લગન એટલે તમે ચાલતા જઈ રહ્યા હો અને અજાણતાં તમારો પગ સાપ પર પડી જાય અને એ તમને ડંખ મારે.
પણ પ્રેમલગ્ન એટલે સાપની પાસે જઈને કહેવાનું ચાલ આવી જા, કબડ્ડી કબડ્ડી કબડ્ડી…
* * *
ચુનીલાલે આવીને ડૉક્ટર મહેતાનું પૂછ્યું, ‘ડૉક્ટર ચોખ્ખે ચોખ્ખું કહેજો, મને શું થયું છે ?’
ડૉક્ટરે મહેતાએ હોઠ ભીંસીને કહ્યું : ‘તમે વધારે પડતું ખાઓ છો, વધારે પડતું પીઓ છો અને વધારે પડતા એદી છો.’
‘ઓહ… અચ્છા !’ ચુનીલાલ બબડ્યો.
‘હવે આ બધું તમારી તબીબી ભાષામાં લખી આપો, એટલે મને એકાદ અઠવાડિયાની રજા મળી જાય.’
* * *
છોકરાવાળા : રસોઈમાં શું શું આવડે છે તમારી દીકરીને ?
છોકરીવાળા : મેગી બંધ થયા પછી શું વખાણ કરું ? પણ હા, સેલ્ફી વખતે ચહેરા સરસ બનાવે છે.
* * *
જિંદગીમાં કદી એક છોકરી સાથે પ્રેમ ભલે ન થયો હોય
પણ માળું જગજિત સિંહની ગઝલો સાંભળવા બેસું છું ત્યારે લાગે છે જાણે ૧૦-૧૨ છોડીને જતી ન રહી હોય !
* * *
એક વાણંદની દુકાન ઉપરનું લખાણ :
‘અમારો વ્યવસાય તમારા મસ્તકને આભારી છે.’
તાજેતરની ટિપ્પણીઓ